20230727 074124

કળિયુગમાં પણ ખુદ મહાદેવ આપે છે સાક્ષાત પરચો, દર 12 વર્ષે જે વીજળી પડે છે તે શિવલિંગ ધારણ કરી લે છે…

ધાર્મિક

ભારત દેશમાં ભગવાન શિવના ભક્તો અને મંદિરોની કોઈ અછત નથી. આવું જ એક મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલ કુલ્લુ સ્થિત બીજલી મહાદેવ મંદિર છે. આ મંદિર બે નદીઓના સંગમ સ્થાન પર જોવા મળે છે. આ મંદિર આ બે નદીઓના સંગમ સ્થાન નજીક આવેલ પર્વત પર સ્થિત છે.

વધુ માહિતી જાણતા પહેલા જો તમે આવા જ અવનવા પરચાઓ તથા ધાર્મિક માહિતી જાણવા માગતા હોય તો મીડિયા times પેજ ને લાઈક કરી દો અને આ પોસ્ટ વાંચ્યા પછી આ માહિતી ને અવશ્ય શેર કરી લો.

તમને જણાવી દઈએ કે કુલ્લુ ખીણ સાપનું એક સ્વરૂપ છે, જેનો ભગવાન શિવજીએ વધ કર્યો હતો. અહીં દર બાર વર્ષે શિવલિંગ પર વીજળીનો કડાકો પડે છે અને શિવલિંગ નાશ થઈ જાય છે. જોકે તેના ટુકડાને ઉઠાવીને માખણમાં મિક્સ કરી દેવામાં આવે છે. જેના પછી તે શિવલિંગ ધીમે ધીમે નક્કર પદાર્થ ની જેમ બની જાય છે.

હકીકતમાં અહી રહેતા લોકો કહે છે કે ઘણા સમય પહેલા આ ખીણમાં એક રાક્ષસ આતંક મચાવતો હતો. આ રાક્ષસે કુલ્લુ નજીકના નાગંધરથી અજગરનું રૂપ ધારણ કરી લીધું હતું તથા માંડિના ઘોઘારધાર થઈને લાહૌલ સ્પીતીથી માથન ગામ આવી ગયો હતો.

જોકે રાક્ષસનું રૂપ ધારણ કરીને અજગર કુલ્લુને વીંટળાઈને વ્યાસ નદીના પ્રવાહને રોકીને આ જગ્યાને પાણીમાં ડૂબાવી દેવા માંગતો હતો. જેના લીધે અહીં નિવાસ કરતા તમામ પ્રાણીઓ અને લોકો પાણીમાં ડૂબીને મરી જાય. જોકે ભગવાન શિવ કુલાન્તના મગજને પારખી ગયા અને ચિંતિત થઈ ગયા.

જોકે ઘણી મહેનત કર્યા પછી તેમના મગજમાં વિચાર આવ્યો અને રાક્ષસ જેવા અજગરનું સ્વરૂપ ધારણ કરી લીધું અને તેના કાનમાં કહ્યું કે તમારી પૂંછ પર આગ લાગી છે. જેના પછી જ્યારે તે અજગર પાછળ ફરીને જુવે છે ત્યારે શિવજી તેના માથા પર ત્રિશૂળ મારે છે અને તેનો નાશ કરે છે. તેનું મૃત્યુ થતાની સાથે જ તેનું વિશાળ શરીર પર્વતમાં ફેરવાઈ ગયું હતું.

જ્યારે ભગવાન શિવજીએ કુલંત દૈત્યનું મૃત્યુ કર્યું ત્યારે તેઓએ ઇન્દ્રને બાર વર્ષમાં એક વખત આ જગ્યાએ પર વીજળી પાડવા માટે જણાવ્યું હતું. આજ વાતને પાલન કરીને દર બારમા વર્ષે અહીં જોરદાર કડાકા સાથે વીજળી પડે છે.

આ વીજળીના લીધે શિવલિંગ તૂટી જાય છે. જોકે શિવલિંગના ટુકડાઓ ભેગા કર્યા પછી, શિવના પૂજારી તેને માખણમાં મિક્સ કરીને સ્થાપિત કરતા હોય છે. જોકે થોડા સમય બાદ આ પિંડ તેના જૂના અવતારમાં આવી જાય છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી લો.