સામાન્ય રીતે વરસાદની ઋતુ આવતાની સાથે જ વાવાઝોડા અને નદીમાં પૂર આવી જવું વગેરે જેવી આપત્તિઓ વિશે સાંભળવા મળે છે. આ સાથે તમે ઘણી વખત વીજળી પડવાની ઘટનાઓ વિશે પણ સાંભળ્યું હશે.
વરસાદની ઋતુમાં જ્યારે વીજળી થાય છે ત્યારે તે અચાનક પૃથ્વી પર આવી જાય છે અને જો કોઈ વ્યક્તિ તેનો શિકાર બને છે તો તેને મોતને ઘાટ ઉતારી દે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે વીજળી પડવાને કારણે 2 હજાર લોકોના મૃત્યુ થાય છે.
જોકે અમે તમને કહીએ કે વીજળી પડતા પહેલા આપણા શરીરમાં કેટલાક ફેરફાર દેખાય છે અને જો તમે આ ફેરફારને સમજી જાવ છો તો તમે વીજળી પડવાની સમસ્યાથી બચી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ફેરફાર કયા કયા છે અને વીજળી પડવાની સમસ્યાથી બચવા માટે કંઈ સાવધાનીઓ રાખવી જોઈએ.
જો આપણે વિજ્ઞાન અનુસાર વાર કરીએ તો વાદળ અને પૃથ્વી વચ્ચે એક સંતુલન હોય છે. જે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ ચાર્જ માં થોડાક ફેરફાર થાય છે અથવા અસંતુલન ઉત્પન્ન થાય છે ત્યારે વીજળી થાય છે. આ વીજળી આમ તો વાદળોમાં જ થાય છે પણ ઘણા કિસ્સામાં તે જમીન પર આવી પહોંચે છે.
એક હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવેલ વાત અનુસાર આપણા શરીરમાં કેટલાક એવા અંગો હોય છે, જે આકાશમાંથી વીજળી પડતા પહેલા કેટલાક સંકેત અથવા તો ફેરફાર દર્શાવે છે. જો તમે આ ફેરફારને સમજવામાં સક્ષમ છો તો તમે આસાનીથી વીજળી પડવાની સમસ્યાનો શિકાર બનતા નથી. તો ચાલો આપણે આ લક્ષણો વિશે જાણીએ.
તેઓએ કહ્યું છે કે જો તમારા વાળ અને ગરદનનો પાછળનો ભાગ ધોધમાર વરસાદ અને તોફાની વાતવરણ હોવા છતાં ઊભા થઈ જાય છે અને કડક લાગે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારી આજુબાજુના વિસ્તારમાં વીજળી નો ભય છે. જો તમને આવા કોઈ પણ સંકેત મળે છે તો તમારે તરત જ તે વિસ્તારને છોડી દેવો જોઈએ અને સલામત જગ્યાએ જતું રહેવું જોઈએ.
જો આ વાતને વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો આપણા વાળમાં પોઝિટિવ ચાર્જ હોય છે અને આકાશમાં નેગેટિવ ચાર્જ હોય છે પંરતુ જ્યારે વરસાદ પડવાને લીધે અસંતુલન પેદા થાય છે ત્યારે નેગેટિવ ચાર્જ વધી જાય છે અને આપણા વાળમાં પોઝિટિવ ચાર્જ હોવાને લીધે ઊભા થઈ જાય છે. આ સંકેતને અસુરક્ષિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે આ જગ્યા છોડી દેવામાં જ ભલાઈ છે.
હવે આપણે જાણીએ કે વીજળીથી બચવા માટે આપણે કંઈ સાવધાનીઓ રાખવી જોઈએ.
તમારે વીજળીની સમસ્યાથી બચવા માટે હંમેશા પાકા મકાનમાં રહેવું જોઈએ. આ સાથે વરસાદ આવતો હોય તે સમયે કોઈ ઝાડ નીચે અથવા તો ઊંચી બિલ્ડિંગ નીચે ઊભા રહેવું જોઈએ નહીં.
જો તમે વીજળી પડવાનો અવાજ સાંભળો છો તેના પછી તમારે ઘરની બહાર નીકળવું જોઈએ. વરસાદ બંધ પડયાના અડધો કલાક પછી જ કામ હોય તો બહાર જવું જોઈએ.
આ સિવાય કોઈપણ ધાતુના સંપર્કમાં આવવું જોઈએ નહીં. આ સમય દરમિયાન કોઈને ટેલિફોન કે પછી ઓનલાઇન વાત કરશો નહિ. આ સમય દરમિયાન ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઓછો ઉપયોગ કરો અને શક્ય હોય તો તેને પોતાનાથી દૂર રાખી શકો છો.
આ એવી સાવધાનીઓ છે, જેને ધ્યાનમાં અને અમલમાં રાખીને તમે વીજળી પડવાની સમસ્યાથી બચી શકો છો.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને Share ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.