મેષ – વ્યવસાયમાં સમસ્યા આવી શકે છે. દામ્પત્યજીવન મધુર રહેશે. નોકરી સંબંધિત નિર્ણયોમાં ફાયદો થશે. અચાનક યાત્રા કરવાનું શક્ય બને. માનસિક ચિંતાનો શિકાર થઈ શકો છો. ભવિષ્ય માટે નિર્ણય લેવા માટે દિવસ યોગ્ય છે. રાજકારણમાં સક્રિય લોકો માટે દિવસ શુભ.
વૃષભ – સામાજિક કાર્યોમાં તમે મજાકનું કેન્દ્ર બની શકો છો. પિતા તરફથી આર્થિક લાભ મળતો દેખાય છે. બિનજરૂરી ખર્ચ કરવાથી બચો. આરોગ્ય ખરાબ થઈ શકે છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખો. આ સમયે વધારે મહેનત કરવાની જરૂર છે.
મિથુન – પરિવારની જવાબદારીઓ નિભાવી શકો છો. આ સમયે પોતાના પર ગર્વની લાગણી થશે. આ સમયે ઘરના લોકોનું અને કિમતી વસ્તુઓનું ધ્યાન રાખો. આ સમયે સાવધાની રાખવી જરૂરી છે. આ સમયે નુકસાન થવાની શક્યતા છે.
કર્ક – તમારા વર્તનની અસર સૌથી વધુ તમારી નજીકના લોકોને થઈ શકે છે. જોખમ લેવાનું ટાળો. વાદ-વિવાદથી બચો. નોકરીમાં કંઈક નવું કરી શકો છો. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ભક્તિ કરવા માટે યોગ્ય દિવસ, પરિવાર સાથે સમય પસાર કરી શકો છો.
સિંહ – પોતાના પર વિશ્વાસ રાખી આગળ વધો. ઓફિસમાં કામ કરતી વખતે મહેનત કરો અને ધ્યાન કેન્દ્રીત કરો. આ સમયે વેપારીઓને લાભ થશે. વિદેશમાં રહેતા લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. આ સમયે જીવનમાં સમસ્યા આવી શકે છે.
કન્યા – આ રાશિના લોકોએ આરોગ્યને લઈને સંભાળવું. આ સમયે મનની ચિંતા આરોગ્ય પર અસર કરી શકે છે. મિત્રો અને સ્નેહીજનો તરફથી આનંદનો અનુભવ થશે. શાંતિથી વાતચીત કરવાથી ચિંતાનું સમાધાન થશે.
તુલા – દિવસ અપેક્ષા કરતાં વધુ લાભ આપશે. પ્રવાસ પર જવું પડી શકે છે. કારોબારમાં નુકસાન થશે. શત્રુઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. આ સમયે સંબંધોને વધુ સારા બનાવો.
વૃશ્ચિક – આ દિવસ મિશ્રફળદાયી છે. આ સમયે થાક, ચિંતા અને આનંદ બધી જ લાગણીનો અનુભવ થશે. આ સમયે જોખમ હોય તેવા કાર્ય અને નિર્ણય લેવાનું ટાળો. તમારી આશા સારું ફળ નહીં આપે. આ સમયે તમે ધારેલા કાર્ય પુરા થઈ શકે છે. યાત્રા સફળ રહેશે.
ધન – આ દિવસ સંબંધોની વાતમાં શુભ છે. આ સમયે યાત્રા ફળદાયી નીવડશે. આ સમયે બિનજરૂરી વિવાદમાં પડવું નહીં. જીવનસાથીનો સાથ આપવો. આ સમયે મનમાં શાંતિની લાગણી રહેશે. આ દિવસે પરિવાર સાથે આનંદમયી દિવસ પસાર થશે. આર્થિક બાબતોનું પ્લાનિંગ શક્ય બને.
મકર – નવા કામની શરુઆત માટે દિવસ શુભ છે. આ દિવસે પોતાની અંગત જાણકારી કોઈ સાથે શેર ન કરો. આ દિવસે વધારે પડતી ચિંતા કરવાનું ટાળો. યોગ્ય સમય આવશે ત્યારે મુશ્કેલીઓનો અંત આવી જશે. તમે તમારા દૈનિક કાર્યમાં વ્યસ્ત રહેશો. મહેનત કરો ફળ ચોક્કસથી મળશે.
કુંભ – આ રાશિના કલાકારોને મોટી તક મળી શકે છે. વ્યવસાય કરતાં લોકોને સારા સમાચાર પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલું ધન પ્રાપ્ત થે. જીવનસાથી સાથેના મતભેદ દુર થશે. જીવનની મુશ્કેલીઓનો અંત આવશે. કારોબારોમાં પ્રગતિ જોવા મળશે.
મીન – વ્યવસાયમાં લાભ થશે. સમાજમાં માન સન્માન વધશે. આ સમયે આર્થિક સંકટને લઈને સાવધાની રાખવી. યોગ્ય રીતે વિચારીને નિર્ણય નહીં લો તો નુકસાન થઈ શકે છે. નોકરીમાં બઢતી થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે સહયોગ પ્રાપ્ત થશે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.