20230718 122053

તાજેતરમાં બનવા જઈ રહ્યો છે ગ્રહોનો ખાસ સંયોગ, ભુક્કા કાઢી નાખે તેવો વરસી શકે છે વરસાદ, જાણો તમારા વિસ્તારમાં પડશે કે નહીં?

ધર્મ

તમે જાણતા હશો કે ગુજરાત રાજ્યમાં મૃગશીર્ષ નક્ષત્રમાં મોટાભાગના વિસ્તારમાં વાવણી થઇ ચૂકી હતી જ્યારે આદ્રા નક્ષત્રમાં વરસાદ પડ્યો નહોતો. જેના લીધે ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

કારણ કે જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી ત્યાં હજુ વાવણી થઈ શકી નથી. આ સાથે જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો હતો અને ખેડૂતોએ વાવણી કરી હતી, હવે તે વિસ્તારમાં પિયત ની જરૂર આવી પડી છે.

આ બંને રીતે વરસાદ પડવાની રાહ દરેક ખેડૂત જોઈ રહ્યો છે. આજ ક્રમમાં હવે પુનર્વસુ નક્ષત્રની શુભ શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્ર 5 થી લઈને 19 જુલાઈ સુધી રહેશે. દર વર્ષે આ નક્ષત્રની અંદર વરસાદ પડતો હોય છે. આજ ક્રમમાં ખેડૂતો આ નક્ષત્રમાં વરસાદ પડવાની રાહ જોઈ રહ્યા છે.

આજ ક્રમમાં પ્રખ્યાત હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે સૂર્ય હાલમાં ગતિ કરી રહ્યો છે અને 6 જુલાઈ સુધી તે પુનર્વસુ નક્ષત્ર માં પ્રવેશ કરશે, જેનાથી અમુક વિસ્તારમાં વરસાદ પડવાની પૂરી શક્યતા છે. જ્યારે કેટલાક નિષ્ણાત લોકોનું અનુમાન છે કે આખા ગુજરાત રાજ્યમાં એકસરખો વરસાદ વરસશે.

નિષ્ણાત લોકો કહી રહ્યા છે કે પુનર્વસુ નક્ષત્રને લીધે બંગાળ ની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ શકે છે, જેની અસરને લીધે વરસાદ વરસી શકે છે. આ લો પ્રેશર 12 જુલાઈ થવા 18 જુલાઈ દરમિયાન સક્રિય થવાની શક્યતા વર્તાઈ રહી છે.

જેના લીધે આ તારીખોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી શકે છે. જ્યારે આ વાતની બાતમી પૂરતા અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 13 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી વરસાદ વધારે પ્રમાણમાં નોંધાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે પુનર્વસુ નક્ષત્ર પૂરી થતાની સાથે જ તેની પાછળ ને પાછળ પુષ્પ નક્ષત્ર ની શરૂઆત થશે અને એવું કહેવાય છે કે જો પુનર્વસુ નક્ષત્ર માં વરસાદ વરસે તો જ પુષ્પ નક્ષત્ર માં પણ વરસાદ પડે એટલે કે હવે વરસાદ વરસી શકે છે કે નહીં તે તો સમય જ બતાવશે.

આ સાથે હવામાન ચાર્ટ પરથી કહીએ તો ગુજરાત રાજ્યમાં 12થી 22 જુલાઈ સુધી અમુક જગ્યાએ પર ભારે અને બાકીની જગ્યા પર મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે આ નક્ષત્રોને લીધે જે વરસાદ આવશે, તે લાંબા સમય સુધી રહી શકે છે.

જો તમે આવા જ અવનવા લેખો અને માહિતે દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *