IMG 20220513 WA0098

વાપરતા વાપરતા થાકી જશો એટલા મળશે રૂપિયા, આ 6 રાશિના લોકો માટે ખુલી જશે અપાર સંપત્તિના દ્વાર.

ધર્મ

મેષ – ઘરમાં મહેમાનનું આગમન થશે તેથી આનંદનું વાતાવરણ રહેશે. આ સમય દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વેપારીઓનો વ્યવસાય સારો ચાલશે. નોકરીમાં પણ સંતોષકારક સ્થિતિ રહેશે. રોકાણ શુભ ફળ આપશે. આ દરમ્યાન કાર્યમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે. જોકે ગુસ્સો કરવાથી ઘરમાં વિવાદ થઈ શકે છે. તેથી ગુસ્સો કરવાનું ટાળવું.

વૃષભ – પરિવારમાં ચિંતા વધી શકે છે. આ સમય દરમિયાન ઉતાવળમાં કામ ન કરવું. તમારા શત્રુ સક્રિય રહેશે. તેથી સંભાળીને રહેવું. બીજાના કામમાં દખલ આપવાનું ટાળવું. સ્વાસ્થ્ય બગડી શકે છે. વેપાર સંબંધિત કરેલી યાત્રા સફળ સાબિત થશે. અગાઉ કરેલું રોકાણ લાભકારક નીવડશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે.

મિથુન – અણધાર્યા વધારાના ખર્ચ સામે આવી શકે છે. આ સમય દરમ્યાન વાણીમાં સરળ શબ્દોનો પ્રયોગ કરવો. ક્રોધ ઉપર કંટ્રોલ નહીં કરો તો વિવાદ થઈ શકે છે પરિવારમાં કોઇ સભ્યનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી. મહત્વપૂર્ણ નિર્ણય સમજી વિચારીને લેવા.

કર્ક – સાવધાની નહિ રાખો તો ધનહાનિ થઈ શકે છે. નજીકની કોઈ વ્યક્તિ સાથે વિવાદ વધી શકે છે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. બહારગામ જવું પડી શકે છે. આર્થિક સંકટમાં માતા-પિતા મદદ માટે આગળ આવી શકે છે. તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો.

સિંહ – અચાનક જીવનમાં ખુશીઓ આવશે. આ સમયે વિવાદની શક્યતા જણાઈ રહી છે. બહારગામથી ધનલાભ થઈ શકે છે. વેપારમાં મોટો લાભ મળી શકે છે. માતા-પિતા સાથે બહાર જવાનું થઈ શકે છે. મિત્રો મળશે અને તેમની સાથે સારો સમય પસાર કરશો.

કન્યા – આ રાશિના લોકોને અઢળક પૈસો મળવાનો છે નવા પાર્ટનર બનશે જેનાથી વેપારમાં ખૂબ લાભ થશે આર્થિક સ્થિતિમાં બમણો સુધારો થશે. આવક વધતા કિંમતી વસ્તુઓ ખરીદી શકો છો. મનમાં આનંદ રહેશે. ધંધામાં બરકત આવશે. તમે કરેલા કામની દરેક જગ્યાએ પ્રશંસા થશે. ઘરમાં મહેમાનનું આગમન થઇ શકે છે.

તુલા – અચાનક માતા-પિતા સાથે બહાર જવાનું થઈ શકે છે. નોકરી કરતા લોકોને લાભની તક મળશે. મિત્રો સાથે ફરવા જવાનું આયોજન પણ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ ની શક્યતા દેખાય છે. મનમાં આનંદની લાગણી રહેશે. કાર્યમાં સફળતા મળવાથી નવા કાર્યની શરૂઆત કરવાની પ્રેરણા મળી શકે છે. તમે કોઈ વ્યક્તિને આગળ આવીને મદદ કરશો ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિક – કાયદાકીય અડચણ દૂર થશે. શરીરમાં થાક અને નબળાઈ આવી શકે છે. મુશ્કેલીના સમયમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. વેપાર માટે સમય લાભકારક છે. કોઈ જગ્યાએ કરેલું રોકાણ ફળદાયી રહેશે. ધનપ્રાપ્તિના અવસર ઊભા થશે. દરેક કાર્ય સમયસર પૂર્ણ થઇ શકે છે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.

ધન – કોઈ મહત્ત્વનું કામ કરતા હોય તો ઉતાવળ કરવાનું ટાળો. સ્વાસ્થ્યમાં મોટી સમસ્યા સામે આવી શકે છે. નાણાકીય લેવડદેવડમાં ઉતાવળ કરવી નહીં. જમીન સંપત્તિથી લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધી શકે છે. આવકમાં વધારો થશે. રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે.

મકર – આ સમયે કરેલી યાત્રા મનોરંજનથી ભરપુર હશે. તમે જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. વેપારીઓનો વેપાર પણ વધે તેવી સંભાવના છે. કામમાં સતત વ્યસ્ત હોવાને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. અચાનક ધનપ્રાપ્તિ ની શક્યતા જણાય છે. મિત્રોનો સહયોગ મળશે. અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે.

કુંભ – ઉતાવળમાં વાહન ચલાવશો કે કામ કરશો તો ઇજા થઇ શકે છે. પરિવારમાંથી શોક ના સમાચાર મળી શકે છે. નોકરીમાં ધનપ્રાપ્તિના અવસર ઊભા થયા છે. અજાણી વ્યક્તિનો વિશ્વાસ કરવો નહીં. શરીરમાં થાક અને નબળાઈ વધી શકે છે. સ્વાસ્થ્ય પર ખર્ચ થશે નોકરીમાં બદલી થઈ શકે છે.

મીન – કામ સંબંધિત યાત્રા સફળ થશે મનમાં કોઈ ચિંતા હતી તો તે હવે દુર થઇ જશે. તમારા પ્રયત્નો સફળ થવાના છે. ધન લાભના અવસર ઉભા થઇ રહ્યા છે. સામાજિક કાર્યો થી માન સન્માન વધશે. જોખમ ભરેલા કાર્યોમાં પણ સફળતા મળશે. વેપારમાં પાર્ટનર સહયોગ કરશે. ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *