શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીની સ્પર્શ કરીને આ મંત્ર ત્રણ વાર બોલવાથી જીવનમાં અનેક પ્રકારના સકારાત્મક બદલાવ જોવા મળે છે. અત્યારના જીવનમાં દરેક મનુષ્ય પોતાના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગે છે.
દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યો ની જરૂરિયાત પૂરી કરવા માટે કાર્યક્ષેત્રમાં સખત મહેનત છે. પરંતુ ઘણી વખત સખત મહેનત કરવા છતાં પણ મોટાભાગના વ્યક્તિઓ ને મહેનત મુજબ પરિણામ મળતું નથી.
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સમય કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની નાની-મોટી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસી માતા સાથે જોડાયેલા કેટલાક મહત્વના ચમત્કારિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવે છે.
તુલસીનો છોડ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીના છોડને નિયમિત રીતે પૂજા આરાધના કરવાથી બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ બની રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીનો છોડ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિપ્રિય હોય છે. તુલસીના છોડની પૂજા કરવાથી ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પરિવાર ઉપર બનેલા રહે છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે. સનાતન પરંપરા ને માનવા વાળા લોકો પોતાના આંગણામાં તુલસીનો છોડ અવશ્ય લગાવે છે.
તુલસીના છોડમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે. ઔષધીય ગુણોના ભંડાર ની સાથે સાથે અનેક પ્રકારના ચમત્કારી ઉપાયોમાં તુલસીનો ઉપયોગ થતો હોય છે. તુલસીનો છોડ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિપ્રિય હોય છે.
માન્યતા અનુસાર તુલસી ના છોડ માં માતા લક્ષ્મીનો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે તુલસી માતા ની પૂજા આરાધના કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
મિત્રો જ્યારે આપણે આપણા ઇષ્ટદેવ ને ભોગ અર્પણ કરીએ છીએ ત્યારે તુલસી ના પાનનો ઉપયોગ કરીએ છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસી માતા ની પૂજા આરાધના કરતાં સમયે કેટલાક વિશેષ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.
તુલસી માતા ની પૂજા આરાધના કરતા સમયે આપણાં દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવારમાં જોવા મળે છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘર પરિવારમાં તુલસી નીચે નિયમિત રીતે સવાર-સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘર-પરિવારમાં હંમેશાં સકારાત્મક ઉર્જાનુ વાતાવરણ બનેલું રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિઓ તુલસીની માળા ધારણ કરે છે તે વ્યક્તિઓએ તામસી ભોજન ભૂલથી પણ ગ્રહણ ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિઓ ના ઘર પરિવારમાં નિયમિત રીતે તુલસીની પૂજા આરાધના થતી હોય તે ઘર પરિવારમાં માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વાસ્તુદોષોથી છુટકારો મેળવવા માટે નિયમિત રીતે તુલસી માતા ની પૂજા આરાધના કરવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે તુલસી માતા ને જળ અર્પણ કરવાથી તમારા ઘરમાં રહેલ દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.
જે ઘર-પરિવારમાં તુલસીનો છોડ લગાવેલો હોય અને નિયમિત રીતે તુલસીની પૂજા આરાધના કરવામાં આવતી હોય તે ઘર પરિવારમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે.
મિત્રો તુલસી માતા ને સ્પર્શ કરીને આ મંત્રનો જાપ કરતા પહેલા કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ વિધિવત રીતે તુલસી માતા ની પૂજા આરાધના કરવી જોઈએ. તુલસી માતા ને શુદ્ધ જળ અર્પણ કરવું જોઇએ.
ત્યારબાદ તુલસી માતા ની નીચે શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે અને સુગંધિત ધૂપ અગરબત્તી કરવાની છે. ત્યારબાદ તુલસી માતા ને સ્પર્શ કરીને આ મંત્રનો ત્રણ વાર પઠણ કરવાનો છે. “મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્ય અર્ધીની’ આધિ વ્યાધિ હરા નિત્ય, ત્વં નમામિ નમસ્તુતે.”
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસી માતા ને સ્પર્શ કરીને આ મંત્રનું ત્રણ વખત ઉચ્ચારણ કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.