20210527 084647 min min 1 scaled 1

આજે જાણીલો વિશ્વના સૌથી મોટા 10 ક્રિકેટ સ્ટડિયમ ની રોચક વાતો વિશે.

ધર્મ

મિત્રો ભારતમાં ક્રિકેટ એ ખાલી રમત જ નથી પરંતુ એક જૂનુંન બની ગયું છે. ક્રિકેટ ખાલી ભારતમાં જ નહીં પરંતુ એશિયાના દરેક દેશમાં ખૂબ જ વધારે પડતી રમાતી રમત છે. અને પુરી દુનિયામાં ક્રિકેટના ચાહકોની સંખ્યા ખૂબ જ વધારે છે. અને આજકાલ દરેક નાની-મોટી ક્રિકેટની મેચ ટેલિવિઝન ઉપર લાઈવ દેખાડવામાં આવે છે.

તો મિત્રો આજે અમે તમને આ લેખમાં દુનિયાના એવા ક્રિકેટ સ્ટેડિયમ વિશે વાત કરવાના છીએ. મિત્રો ક્રિકેટ ટીવી પર જોવી અને સ્ટેડિયમમાં જઈને જોવી એમાં ખૂબ જ અંતર છે એટલા માટે ક્રિકેટ મેચને સ્ટેડિયમમાં જઈને જોવી એનો આનંદ જ કંઇક અલગ હોય છે.

મિત્રો દુનિયાના મોટા સ્ટેડિયમમાંથી પ્રથમ નંબરે આવે છે સરદાર પટેલ સ્ટેડિયમ આ સ્ટેડિયમ નું જૂનું નામ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ હતું અને મિત્રો આ સ્ટેડિયમ અમદાવાદ ગુજરાતમાં આવેલું છે. આ સ્ટેડિયમને 1982માં બનાવવામાં આવ્યું હતું અને 2020 માં આ સ્ટેડિયમમાં રિનોવેટ કરવામાં આવ્યું. મિત્રો આ સ્ટેડિયમમાં દર્શકોને બેસવાની કેપેસિટી એક લાખ ને દસ હજાર જેટલી છે.

મિત્રો સરદાર પટેલ સ્ટેડિયમ બનાવવા માટે લગભગ ૭૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયેલ છે. ત્રેસઠ એકર જમીનમાં ફેલાયેલું આ સ્ટેડિયમમાં 10 લક્ઝરિયસ રૂમ અને એક ક્લબ હાઉસ છે એની સાથે આ સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ છે. અને આ ક્રિકેટના મેદાનમાં અલગથી સુંદર પાર્કિંગની વ્યવસ્થા પણ કરી છે. મિત્રો આ સ્ટેડિયમ ને દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ માનવામાં આવે છે.

ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ. મેલબોર્ન ઓસ્ટ્રેલિયા માં આવેલું છે અને આ સ્ટેડિયમનું નિર્માણ 1853 માં થયેલું છે. અને આ ગ્રાઉન્ડ ની ઓડીયન્સ કેપીસીટિ 126000 જેટલી છે. આ મેદાનમાં બેસીને ક્રિકેટ જોવાની મજા જ કંઇક અલગ છે ક્રિકેટ ઇતિહાસમાં પહેલી ટેસ્ટ મેચ મેલબોર્ન ના આ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઇ હતી.

મિત્રો ત્યારબાદ આવે છે ઇડન ગાર્ડન આ સ્ટેડિયમ કોલકત્તામાં આવેલું છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ નું નિર્માણ ૧૮૬૪ માં થયું હતું અને આ ગ્રાઉન્ડ ની ઓડીયન્સ કેપેસિટી 66000 ની આસપાસ છે. ઇડન ગાર્ડન ને ભારતીય ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. અને આ ભારતનું સૌથી લોકપ્રિય ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાં પહેલી ક્રિકેટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાઈ હતી.

ત્યારબાદ ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આ સ્ટેડિયમ ભારતના તિરુવનંતપુરમ્ આવેલું છે આ ક્રિકેટ સ્ટેડિયમ નું નિર્માણ વર્ષ 2014 માં થયું હતું. અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ ની ઓડિયન્સ કેપીસીટિ 55000 ની આસપાસ છે. આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ સિવાય ફૂટબોલની મેચ નું પણ આયોજન થાય છે.

ત્યારબાદ ભારતના કોચ્ચિ શહેરમાં આવેલું જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ આ ક્રિકેટ ગ્રાઉન્ડ નું નિર્માણ વર્ષ ૧૯૯૬માં થયું હતું. આ સ્ટેડિયમ ક્રિકેટ સિવાય ફૂટબોલ અને એથ્લેટિક ગેમો નું પણ આયોજન થાય છે. આ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

મિત્રો મુંબઈમાં આવેલા ડી વાય પાટીલ સ્ટેડિયમ પણ ક્રિકેટ નું મોટું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ નું નિર્માણ વર્ષ 2008માં થયું હતું. અને આ સ્ટેડિયમની ઓડિયન્સ કેપેસિટી લગભગ 55000 ની આસપાસ છે. નવી મુંબઇમાં આવેલું સ્ટેડિયમ ક્રિકેટની સાથે સાથે ફૂટબોલની મેચોના આયોજન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.