20210202 154930

શું તમારે હોટેલ જેવું ટેસ્ટી અને હેલ્થી એવો ટામેટા સુપ બનાવવો છે? તો આ રીતથી બનાવો.

ધર્મ

ટામેટા સૂપ બનાવવા રીત:-

સૌથી પહેલા તાજા અને લાલ ટામેટા લઈ પાણી વડે સાફ કરીશું ત્યાર બાદ તેના કટકા કરી પ્રેશરકુકર માં મૂકી તેમાં ચાર પાંચ લસણની કળિયો નાખવાથી ખુબજ સારો ટેસ્ટ આવે છે. પછી તેમાં એક ચમચી મીઠું અને એક કપ પાણી ઉમેરી ગેસ પર ધીમા તાપે મૂકી ચાર વિસલ થાય ત્યાં સુંધી બફાવા દઈશું.હોવી બ્લેન્ડર ની મદદથી એકરસ બનાવી દેશું પછી તેને ગરણી વડે ગાળી લઈશું.તેનાથી બી અને છાલ દૂર થાય છે.

હવે તેનો વઘાર કરવા માટે એક કડાઈ માં ઘી ગરમ કરી જીરું, લવિંગ અને તજ તથા ચાર પાંચ મીઠાં લીમડાના પાન નાખી તેમાં ટામેટાનો રસ ઉમેરી કાશ્મીરી લાલ મરચું,જીરા પાઉડર, સંચળ,મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેમાં એક ચમચી ખાંડ ઉમેરી પાંચ સાત મિનિટ સુધી ઉકારી લેવું પછી તેમાં ઘર ની મલાઈ નાખી હલાવી દેવું.

હવે બ્રેડના નાના ટુકડા કરી તેને શેકીને રાખી છે હવે પછી એક બાઉલ માં ટામેટા સૂપ લઇ તેના ઉપર બ્રેડ મૂકી ઉપર થોડી ક્રીમ નાખી પીવાથી ખુબજ ટેસ્ટી લાગે છે. હવે તમે સૂપ ને સવ કરી શકો છો.શિયાળામાં ટામેટા નો ગરમાગરમ સૂપ ખુબજ ફાયદાકારક છે તેથી બધા લોકો તેને પી શકે છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય શેર કરો.