ભારતીય સંસ્કૃતિમાં પ્રતીકોનું બહુ મોટું મહત્વ છે. પ્રતીકોમાં કોઈને કોઈ રહસ્ય રહેલું હોય છે. જે માણસ એ પ્રતીકોનાં ઊંડાણમાં ઉતરીને તેમને સમજવાનો પ્રયત્ન કરે છે પછી તેમના રહસ્યની ખબર પડે છે. બાકીના લોકો માટે તો તે માત્ર પ્રતીક જ બની રહે છે. સ્વસ્તિક એટલે ‘સાથિયો’ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પ્રતીક છે.
તેને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં સ્વસ્તિકને જુદી જુદી રીતે અભિવ્યક્ત કરવામાં આવે છે. સ્વસ્તિકનો સામાન્ય અર્થ આશીર્વાદ આપનાર, આપણું મંગલ કે ભલું કરનાર એવો થાય છે. કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતી વખતે સ્વસ્તિક બનાવવામાં આવે છે.
સ્વસ્તિકમાં ‘સુ’ શબ્દનો અર્થ શુભ અથવા મંગલમય થાય છે. અસનું તાત્પર્ય છે. અસ્તિત્વ તથા સત્તા, આ રીતે સ્વસ્તિકનો અર્થ શુભ ભાવનાથી તરબોળ, કલ્યાણકારી તથા મંગલમય એવો થાય છે. હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ચિહ્નનું આગવું મહત્વ હોય છે. આ દરેક શુભ કાર્ય કરતા પહેલા ઘરોમાં સાથિયાનું નિશાન બનાવવામાં આવે છે.
આ પરંપરા પ્રાચીન યુગથી ચાલી આવી રહી છે. સ્વસ્તિકનું ચિહ્નની પરંપરાનું વર્ણન જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ છે. હિન્દૂ ધર્મના રીત-રિવાજોમાં કોઈપણ શુભ કાર્યને કરતા પહેલા ભગવાન ગણેશ અને સાથિયાનું નિશાન બનાવવામાં આવે છે.
સ્વસ્તિકની બનેલી ચાર રેખાઓ
સાથિયામાં બનેલી ચારેય રેખાઓ વિશે લોકોનો જુદો જુદો અભિપ્રાય આપે છે. કેટલાક લોકોનું માનવું છે કે સ્વસ્તિકની આ ચારેય રેખાઓ ચાર દિશાઓ-પૂર્વ-પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણની તરફ સંકેત આપે છે. તેમજ કેટલાક લોકોનું કહેવું છે કે આ ચારેય રેખાઓ ચાર વેદોનું પ્રતીક છે, તેમજ અમુક લોકોનું માનવું છે કે આ ચાર રેખાઓ ભગવાન બ્રહ્માના ચારેય મસ્તકને દર્શાવે છે.
લાલ રંગનું વિશેષ મહત્વ
સાથિયો હંમેશા લાલ રંગનો જ બનાવવામાં આવે છે, કારણ કે હિન્દુ ધર્મમાં લાલ રંગનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં પૂજા-પાઠના સમય અથવા કોઈપણ શુભ કાર્ય કરતા સમય લાલ રંગનો પ્રયોગ કરવામાં આવે છે.
વાસ્તુ દોષ દૂર કરવા માટે
માન્યતા છે કે ઘરના મુખ્ય દ્વાર પર સાથિયાનું નિશાન બનાવવાથી ઘરની તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં સુખ,- સમૃદ્ધિ બની રહે છે. અને ઘરના ઉંબરે સાથિયો બનાવામાં આવે તો ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે.
વેપારમાં લાભ
જો વેપારમાં નુકસાન થઈ રહ્યું છે તો ઈશાન ખુણામાં સતત 7 ગુરૂવાર સુધી સૂકી હળદરથી સ્વસ્તિકનું નિશાન બનાવો, કારોબારમાં લાભ થશે. અને દર ગુરુવારે આ હળદર જો સાથિયો બનાવો તેની સાથે દર ગુરુવારે 1 ગાયને રોટલી ખવડાવો.
સફળતા માટે
જો તમે કોઈ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો ઘરની ઉત્તર દિશામાં સૂકી હળદરથી સાથિયો બનાવશો તો તમને અવશ્ય સફળતા મળશે. કેમકે તમારી સફળતા રોકવામાં સૌથી પહેલા નેગેટિવ એનર્જી અસર કરે છે અને સાથિયો તમારી નેગેટિવ એનર્જી દૂર કરશે અને તમને યોગ્ય સફળતા મળશે.
જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેરમાં કરી હોય તો હમણાં જ શેર કરી દો…