દોસ્તો હિન્દુ ધર્મમાં સૂર્યદેવને જળ ચઢાવવાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તમને પણ તમારા વડીલોએ ઘણીવાર દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ એવું જણાવ્યું અને સમજાવ્યું પણ હશે. કહેવાય છે કે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના ઘણા ફાયદા થાય છે.
આજના આ લેખમાં અમે તમને સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના ફાયદા પણ જણાવીશું અને સાથે તમને એવા મંત્ર વિષે જણાવશું જેના જાપ કરવાથી તમને તે કાર્યનો ફાયદો પણ મળશે. તો ચાલો તમને પહેલા જણાવી દઈએ સૂર્યનારાયણને જળ અર્પણ કરવા માટેનો યોગ્ય સમય.
સૂર્યનારાયણને જળ અર્પણ કરવા માટે સવારનો સમય જ સૌથી બેસ્ટ છે. તેના માટે તમારે સવારમાં સૂર્યોદય પહેલા ઉઠી જવાનું રહેશે અને નિત્યકર્મમાંથી વહેલા પરવારી જવાનું રહેશે. આ પછી સ્વચ્છ કપડાં પહેરો અને પછી તાંબાના લોટામાં જ જળ ભરીને સૂર્યનારાયણને જળ અર્પણ કરો.
તમને જણાવી દઈએ કે અઠવાડિયા દરમિયાન તમે સૂર્યનારાયણને સાદું પાણી અર્પણ કરશો તો ચાલશે પણ રવિવારનો દિવસ એ સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે જ્યારે પણ સૂર્યનારાયણને તમે જળ અર્પણ કરો છો તો જળમાં થોડો ગોળ મિક્સ કરો.
1. ગોળવાળું જળ અર્પણ કરવાથી તમારા જીવનમાં પણ મીઠાશ ભળેલી રહેશે. સૂર્યનારાયણને વિદ્યાર્થી દ્વારા જળ અપર્ણ કરવામાં આવે તો તેમની બુધ્ધિ શક્તિ મજબૂત થાય છે.
2. સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી જે મિત્રો નોકરીમાં પ્રગતિ ઈચ્છે છે તેમને સફળતા મળશે. આત્મવિશ્વાસનો વધારો થશે.
3. જે પણ મિત્રો નિયમિત સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેમને હ્રદય રોગનું જોખમ બિલકુલ નહીવત્ત થઈ જાય છે.
4. જે મિત્રો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમણે સૂર્યદેવને દરરોજ સવારમાં જળ અર્પણ કરવું જોઈએ.
5. સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ઘરમાં કોઈને સ્કીન સંબંધિત બીમારી હોય તો તે દૂર થાય છે.
સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે એકવાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જળ અર્પણ દરમિયાન જળની જે ધાર થાય તેમાંથી સૂર્યનારાયણના દર્શન કરવા.
આ પછી છેલ્લે લોટામાં થોડું પાણી બચાવવું અને એ બચેલ પાણીમાંથી થોડા ટીપાં તમારે જાતે ગ્રહણ કરવા. આમ કરવાથી સૂર્યદેવ જએવું તેજ અને શક્તિ તમારામાં સંચાર કરશે અને તમને મુશ્કેલીઓની સામે લડવા માટે શક્તિ મળશે.
હવે તમને જણાવી દઈએ કે સૂર્યનારાયણને જળ અર્પણ કરવા સમયે કયા મંત્રનો જાપ કરવા જોઈએ. “ऊं आदित्य नम:” મંત્ર અથવા તો “ऊं घृणि सूर्याय नमः” મંત્રનો જાપ કરવો જોઈએ.