મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી ભૂલથી પણ આ પ્રકારના કાર્યો ન કરવા જોઈએ. સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને ભૂલથી આ વસ્તુઓ પણ ન આપવી જોઈએ. આવું કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી ઘણા બધા એવા કામો બતાવવામાં આવ્યા છે જે વ્યક્તિએ તેના જીવનમાં ન કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં તેને ગરીબી અને દરિદ્રતા આવવાનું સૌથી મોટું કારણ બતાવવામાં આવ્યું છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી એવા કેટલાક કાર્યો છે જે ન કરવા જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકારના કાર્યો કરવાથી તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવવા લાગે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી કોઈપણ વ્યક્તિએ ઘરમાં રડવું ન જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કરવું એ મૃત્યુનું કારણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યાસ્ત પછી દહીં કોઈપણ વ્યક્તિને ન આપવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર દહીં નો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. શુક્ર ગ્રહ ધન ના કારક ગ્રહ માનવામાં આવે છે.
જેથી કરીને સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યાસ્ત પછી કોઈપણ બહારના વ્યક્તિને દહીં નું દાન કરવાથી ધન સંબંધીત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મીઠું સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિને ના આપવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ નારાજ થઈ જાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ ઉંઘવું ન જોઇએ. મોટાભાગના લોકો સૂર્યાસ્ત સમય ઊંઘતા હોય છે. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પડે છે અને તમારા સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો સૂર્યાસ્ત સમયે ઊંઘતા રહે છે તેવા લોકોનું ભાગ્ય પણ ઉગતું રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત સમય કોઈપણ વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા ન લેવા જોઈએ અથવા તો કોઈ પણ વ્યક્તિને ઉધાર પૈસા ન આપવા જોઈએ. પૈસાની લેવડ દેવડ સૂર્યાસ્ત સમય ન કરવી જોઈએ. આ પ્રકારનું કાર્ય કરવાવાળા બંને વ્યક્તિઓ પાપના ભાગીદાર બને છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યાસ્ત સમય પછી ક્યારેય પણ ઘરમાં સાવરણી વડે સાફ સફાઈ ન કરવી જોઈએ. મોટાભાગના લોકો સૂર્યાસ્ત પછી પોતાના વાળ કપાવે છે અને નખ કાપે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કાર્ય કરવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ વાળ અને નખ ન કાપવા જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કાર્યો ભૂલથી પણ તમારે સૂર્યાસ્ત પછી ન કરવા જોઈએ આ પ્રકારના કાર્યો સૂર્યાસ્ત પછી કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ તમારા ઘર પરિવારમાં આવે છે.