20230801 214948

સૂર્યનો થશે મિથુન રાશિ માં પ્રવેશ. આ 5 રાશિઓની ચમકશે કિસ્મત. ટૂંક જ સમયમાં બનશે ધનવાન.

ધર્મ

મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય મિથુન રાશિમાં ગોચર થવાથી પાંચ રાશિની કિસ્મત બદલાઈ જશે. મિત્રો ભારતીય સમય અનુસાર સૂર્ય મિથુન રાશિમાં ગોચર 15 જૂન અને મંગળવારના દિવસે સવારે 5 વાગ્યે ને 49 મિનિટ થશે. મિત્રો સુર્યા 16 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી આ રાશિમાં ગોચર કરશે પછી તેઓ કર્ક રાશિમાં જતા રહેશે.

નોંધ : ગોચર નો અર્થ છે પ્રવેશ કરવું.

મેષ રાશિ
આ રાશિના જાતકોને શારીરિક રૂપથી સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યાપાર અને વ્યવસાયમાં સફળતાના યોગ બની રહ્યા છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. શત્રુઓથી વિજય મેળવી શકો છો. આ રાશિના જાતકોએ નિયમિત રૂપથી શિવ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આંખને લગતા રોગ થઈ શકે છે. ધંધા વ્યવસાયમાં નુકસાનના યોગ બની રહ્યા છે. ધન નિવેશ થી બચવાની સલાહ આપવામાં આવે છે. ઘર-પરિવારમાં વિવાદના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોએ રોજ ગાયત્રી મંત્રનો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે.

મિથુન રાશિ
આ રાશિના જાતકોમાં સૂર્ય તેમની જ રાશિમાં ગોચર કરે છે. સ્વાસ્થ્યની સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે વાદવિવાદ ના યોગ બને છે. નોકરી-વ્યવસાયમાં નુકસાનના પણ યોગ બની રહ્યા છે. રવિવારના દિવસે તાંબાના વાસણો દાન કરી દો ખૂબ જ શુભ રહેશે.

કર્ક રાશિ
આ રાશિના જાતકોને નેત્ર સંબંધિત રોગો પરેશાન કરી શકે છે. જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. લાંબી યાત્રા થી મિશ્ર પરિણામ મળશે. આર્થિક નિર્ણયો સાવધાનીથી લેવાની સલાહ આપવામાં આવે છે. નોકરી-વ્યવસાયમાં વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. રવિવારના દિવસે દેવી મા પર લાલ ફૂલ ચઢાવી દો ખૂબ જ શુભ રહેશે.

સિંહ રાશિ
આ રાશિના જાતકોને સમય ખૂબ જ શુભ રહેશે. આર્થિક અને સામાજિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. પરિવારનો સહયોગ મળી રહેશે. આ રાશિના જાતકો માટે સૂર્ય નું ગોચર ખૂબ જ શુભ પરિણામ આપશે. સૂર્ય મંત્રનો નિયમિત રૂપે જાપ કરો ખૂબ જ શુભ રહેશે.

કન્યા રાશિ
આ રાશિના જાતકોના વિચારો સકારાત્મક બનેલા રહેશે. દરેક અધૂરા કાર્ય પૂર્ણ થઇ શકે છે. નોકરી અને વ્યવસાયમાં લાભના યોગ બની રહ્યા છે. દાંપત્યજીવનમાં સુખ શાંતિ બની રહેશે. ઉપરી અધિકારી તમારા કામથી ખૂબ જ ખુશ રહેશે. તાંબાના લોટામાં સૂર્યદેવને જળ અર્પણ કરો ખૂબ જ શુભ રહેશે.

તુલા રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત રહી શકે છે. માનસિક અશાંતિ રહેશે અને બેચેની રહેશે. અચાનક ધનહાનિના યોગ બની રહ્યા છે. દરેક કાર્યમાં આ રાશિના જાતકોને અસફળતા મળી શકે છે વાદવિવાદ ના યોગ બને છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મધનું દાન કરો ખૂબ જ શુભ રહેશે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્યજીવનમાં વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. પારિવારિક સુખમાં કમી જોવા મળી શકે છે. ધંધા વ્યવસાયમાં આર્થિક નુકશાની ના યોગ બની રહ્યા છે. રવિવારના દિવસે કોઈ પણ ધર્મ સ્થાન પરથી લાલ દોરો કાંડા ઉપર બંધાવી લો ખૂબ જ શુભ રહેશે.

ધન રાશિ
આ રાશિના જાતકોને પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં વિઘ્નો આવી શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનહાનિના યોગ બની રહ્યા છે. આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરો ખૂબ જ શુભ રહેશે.

મકર રાશિ
આ રાશિના જાતકોને જીવનના દરેક કાર્યમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં પદ ઉન્નતિ મળી શકે છે. અચાનક આર્થિક ધનલાભના પણ યોગ બની રહ્યા છે. જીવનસાથીનો પૂરતો સહયોગ મળી રહેશે સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે શુભ પરિણામ લઇને આવી રહ્યું છે. શિવલિંગ પર બીલીપત્ર ચડાવો ખૂબ જ શુભ રહેશે.

કુંભ રાશિ
આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. શત્રુઓ તમારા ઉપર હાવી રહેશે. મિત્રો પણ શત્રુ જેવો વ્યવહાર કરશે. સંતાન પક્ષ તરફથી ચિંતા રહી શકે છે. સરકારી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. કોઈ જરૂરિયાતમંદ મહિલાને લાલ કપડા દાન કરી દો ખૂબ જ શુભ રહેશે.

મીન રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે. યાત્રા-પ્રવાસમાં અસુવિધાઓ રહી શકે છે. બનતા કાર્ય બગડવાના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં સુખોની કમી રહી શકે છે. વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. ભાષા પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. ગાયને ગોળ ખવડાવી દો ખૂબ શુભ રહેશે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં શેર કરી દો.