20230814 072744

તમામ દુઃખો દૂર કરવાનો છેલ્લો રસ્તો એટલે સુંદરકાંડ. આજે જાણીલો તેના ચમત્કારિક ફાયદાઓ.

ધાર્મિક

આજના સનાતન ધર્મના ઘણા લોકો મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરે છે સુંદરકાંડનો પાઠ કરવાથી ઘણાં જ ફાયદા મળતા હોય છે આમ તો સુંદરકાંડનો પાઠ જાતે જ કરવો જોઈએ પરંતુ એમના થઈ શકે તો સુંદરકાંડનો પાઠ કરતા લોકોને અઠવાડિયાના મંગળવારે ઘરે બોલાવીને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત રામાયણ પર આધારિત તુલસીકૃત મહાકાવ્ય રામચરિતમાનસ નું પાંચમું સોપાન છે સુંદરકાંડ. મિત્રો સુંદરકાંડમાં રામદૂત પવનપુત્ર હનુમાન નું યશોગાન કરવામાં આવેલું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સુંદરકાંડના પાઠ કરવાથી ખૂબ જ લાભ મળે છે.

મિત્રો આજના આ લેખમાં આપણે પણ જાણીશું સુંદરકાંડના પાઠ કરવાના લાભ વિશે. સુંદરકાંડનો પાઠ બધી જ મનોકામના પૂર્ણ કરવા વાળો માનવામાં આવે છે મિત્રો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ અને પરેશાની આવતી હોય તો સુંદરકાંડનો પાઠ કરવાથી તે તરત જ દૂર થઈ જાય છે. સુંદરકાંડનો પાઠ કરવાથી ભૂત, પિશાચ,

યમરાજ, શનિ ગ્રહ, કેતુ ગ્રહ નક્ષત્ર આ બધી જ વસ્તુ નો ડર દૂર થઈ જાય છે. મિત્રો હનુમાનજીના સુંદરકાંડ નું પઠણ અઠવાડિયામાં એક વખત જરૂર કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખૂબ જ મોટી મુશ્કેલી ઓ માં સુંદરકાંડનો પાઠ કરવાથી ખૂબ જ સારો લાભ મળે છે. જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ સામે આવે,

ત્યારે સંકલ્પ કરીને સુંદરકાંડના પાઠ કરવાથી તેમાં તરત જ રાહત મળે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સુંદરકાંડનો પાઠ કરવાથી એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માંથી છુટકારો મળી જાય છે. શ્રીરામચરિત માનસ ના રચયિતા ગોસ્વામી તુલસીદાસ ના જણાવ્યા અનુસાર હનુમાનજી મહારાજ ને પ્રસન્ન કરવા માટે,

સુંદરકાંડનો પાઠ એક ખૂબ જ રામબાણ ઉપાય છે. સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં સકારાત્મક વાતાવરણ નો સંચાર થાય છે અને જીવનમાં અનેક ખુશીઓ આવે છે. સાથે જ સુંદરકાંડનો પાઠ કરનાર વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને વિચાર આત્મક ઉર્જાનો સંચાર થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિ દરેક કાર્યમાં સફળ થાય છે અને તેનું સકારાત્મક પરિણામ પણ મળે છે. સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં ડર આવતો નથી સાથે જ વ્યક્તિનો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિ ખૂબ જ પ્રબળ થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સુંદરકાંડનો પાઠ મંગળવારના દિવસે કરવામાં આવે, તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ગૃહ કલેશ દૂર થાય છે. સાથે જ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે. વિદ્વાનોના જણાવ્યા અનુસાર સુંદરકાંડનો નિયમિત રૂપે પાઠ કરવાથી ઉધારી અને શારીરિક રોગોમાં ખૂબ જ રાહત મળે છે,

અને સાથે જ તેનો છુટકારો થાય છે હનુમાનજી મહારાજની ભક્તિ કરવાથી અને, નિયમિત રૂપે સુંદરકાંડના પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં દરેક સફળતા પ્રાપ્ત કરે છે અને સાથે જ તેના જીવનમાં આગળ વધે છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.