20230811 170824

શું તમે દુઃખી છો? તો સુખી થવાના શ્રીકૃષ્ણ ભગવાને બતાવેલા નિયમો આજે જ અપનાવી લો.

ધાર્મિક

નોંધ : આ લેખ પૂરો વાંચશો તો જ ખબર પડશે.

મિત્રો ભવિષ્ય અજ્ઞાત છે આવું ઓશો કહેતા હતા અને ટોલ્સટોય એક નાનકડી વાર્તા લખી છે. મૃત્યુના દેવતા એ પોતાના એક દૂત ને પૃથ્વી પર મોકલ્યો એક સ્ત્રી મરી ગઈ હતી તેની આત્મા ને લાવવાની હતી. દેવદૂત આવ્યો પણ ચિંતામાં પડી ગ્યો કારણ કે ૩ નાનકડી જુડવા દીકરીઓ પોતાની મૃત માતાને વળગેલી હતી.

એક બુમો પાડતી હતી તો બીજી રડી રહી હતી તો ત્રીજી રડતા રડતા સુઈ ગઈ હતી. હવે તેને જોનારા કોઈ નથી. દીકરીઓના પિતા પહેલા મરી ગયેલા છે. દેવદૂતને આ વાતની જાણ થતાં તે ખાલી હાથે પાછા ફરી ગયા અને તેમના પ્રધાને કહ્યું મને માફ કરજો.

પ્રભુ હું આત્મા ને ન લાવી શક્યો પણ તમને ત્યાંની સ્થિતિની જાણ નથી. ૩ નાની નાની દૂધ પીતી જોડિયા બારકીઓ છે. તે તેના મૃત માતાને વળગેલી હતી એક બુમો પાડતી હતી બીજી રડતી હતી ત્રીજી રડતા રડતા સુઈ ગઈ હતી. મારું મન ન માન્યું એટલે હું ન લાવ્યો શુ એવું નહીં થઈ શકે થોડા દિવસ એ સ્ત્રીને જીવવા દેવામાં આવે દીકરી થોડી મોટી સમજણની થઈ જાય ત્યાં સુધી એનું ધ્યાન રાખવા વાળો કોઈ નથી.

આ સાંભળીને મૃતના દેવતાએ કહ્યું તે ભૂલ કરી છે તેની સજા તો તને થસેજ અને તારી સજા એ છે કે તારે પૃથ્વી પર જવાનું છે અને જ્યાં સુધી તું તારી મૂર્ખતા પર ત્રણ વાર હસી ના લે ત્યાં સુધી તમારે અહીં પાછા નથી આવવાનું અને કહ્યું કે અન્યોની ભૂલ પર અહંકાર હસે છે જ્યારે પોતાની ભૂલ પર અહંકાર તૂટે છે.

દેવદૂત સજા સાંભળીને ખુશ થઈ ગયો તેમ છતાં તેને વિશ્વાસ છે કે તે સાચો જ છે માટે હસવાનો અવસર કેવી રીતે આવશે જ.તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. એક ચમાર શિયાળા ના દિવસ નજીક આવી રહ્યા હોવાથી તે પોતાના પૈસા ભેગા કરી પોતાના બાળકો માટે કોટ અને ધાબરા લેવા શહેર જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તાની સાઈડ પર પડેલા એક નગ્ન માણસ ઠંડીથી ઠુઠવાઈ રહ્યો હતો તેને જોયો તે નગ્ન માણસ દેવદૂત જ હતો.

તે ચમાર ને દયા આવી ગઈ અને તે તેના બાળકો માટે લઈને ગયેલા પૈસાથી તેને તે નગ્ન માણસ માટે કપડાં લીધા અને કહ્યું તારે કોઈ ઘર પણ નથી તો તું મારી સાથે ચાલો પણ મારી પત્ની નારાજ થશે કારણ કે મેં મારા બાળકો માટે કપડાં ખરીદવાની જગ્યા મેં તારા કપડાં ખરીદી લીધા માટે તે કકળાટ તો કરશે પણ તું ટેન્શન ના લેતો થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે પછી તે માણસને લઈને ઘરે ગયો.

મિત્રો પછી જેવા દેવદૂતે ચમાર ના ઘરમાં પગ મૂક્યો તેની પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના પતિ જોડે ઝગડો કરવા લાગી ત્યારે પેલો ચમાર હસવા લાગ્યો તો ચમારે પૂછ્યું ભાઈ તું કેમ હસે છે તો તેણે કહ્યું હું ત્રણ વાર હસી લઈશ ત્યારે તમને જણાવી દઈશ. ચમારની પત્નીને ખબર નથી કે તેના ઘરે દેવદૂત આવ્યા છે તેના આવવાથી હજારો સુખ આવશે.

પણ તેના આવવાથી ઘરમાં કંકાસ થઈ રહ્યો છે પોતે દેવદૂત હોવાથી તેને ખાલી ૭ જ દિવસમાં ચમારનું કામ સીખી ગયો. મિત્રો તેના જૂતા એટલા પ્રસિદ્ધ થઈ ગયો અને માત્ર મહિનાઓમાં જ ધનવાન બની ગયો. અડધા વર્ષમાં તો તેની ખ્યાતિ સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ હતી.હવે તો રાજાના જૂતા પણ ત્યાં જ બનવા લાગ્યા.

એક સમ્રાટ આવ્યો અને તેને ચામડું આપ્યું અને કહ્યું આ ચામડું મોગુ છે આમાં કોઈ ભૂલ થાય નહીં અને જુતા જ બનવા જોઈએ સ્લીપર ન બનવા જોઈએ. ચમારે દેવદૂત ને ફરી કહ્યું ચામડું આટલું જ છે સ્લીપર ન બનવા જોઈએ જોતા જ બનવા જોઈએ.

તેમ છતાં તેણે સ્લીપર જ બનાવ્યા એટલે ચમાર ગુસ્સે થઈને મારવા લાગ્યો અને ત્યારે એક પુરુષ સમ્રાટના મહેલથી આવ્યો અને તેને કહ્યું સ્લીપર જ બનાવ જો કારણ કે સમ્રાટ નું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે પેલો માણસ ફરી હસવા લાગ્યો અને ત્યારે ચમારે કહ્યું તમે કેમ હસો છો તો તેણે કહ્યું હું ત્રીજી વાર હસી લઈશ પછી તમને જણાવીશ અને ત્રીજી ઘટના ત્યારે,

ઘટી જ્યારે પેલી ૩ છોકરીઓ જુવાન થઈ ગઈ અને તેમના લગ્ન થવાના હતા અને તેમને જૂતાનો ઓર્ડર આપ્યો હતો અને તેમના જોડે એક વૃદ્ધ સ્ત્રી આવી હતી ત્યારે તે ઘણી ધનવાન હતી દેવદૂત તેને ઓળખી ગયા. દેવદૂત આ જોયું કે આ ત્રણ છોકરીઓ ને તે તેના મૃત માતા જોડે છોડીને ગયો હતો અને તેના કારણે આજે તે પોતે દંડ ભોગવી રહ્યો હતો.

ત્યારે તેને પૂછ્યું આ દીકરી ઓ કોણ છે વૃદ્ધ માતાએ કહ્યું કે મારા પાડોશી ની દીકરી ઓ છે તેમની માતા મૃત્યુ અને મારે કોઈ સંતાન ન હતું તો મેં આ દીકરીને ઉછેરી. પછી વૃદ્ધ માતા એ કહ્યું આમના સમ્રાટના કુટુંબમાં લગ્ન થઈ રહ્યા છે ત્યારે દેવદૂત ફરી હસ્યા તો ચમારે પૂછ્યું તમે કેમ હસ્યા તો દેવદૂત એ કહ્યું કે હું તમારી મૂર્ખતા પર ત્રણ વાર હસી ચુક્યો છું. હવે તમારો દંડ અહીંયા પૂરો થયો.

હવે હું જાઉં છું તમે જો દરેક વાતમાં પોતાની જાતને વચ્ચે આવવા નું બંધ કરી દેશો તો તમે અનેક માર્ગ માંથી માર્ગ મળી જશે. તમે ભગવાન પર બધું છોડી દો.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.