શુભ સમયની શરૂઆત થતાં પહેલાં સ્વયં ભગવાન આપે છે આ સંકેત, જો તમને દેખાઈ જાય તો સમજો થઈ જશો માલામાલ.
દોસ્તો તમે બધા જાણતા હશો કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ હોય છે. જો તમારા જીવનમાં અત્યારે સુખના દિવસો ચાલી રહ્યા છે તો આવતીકાલે દુઃખ આવવાનું જ છે અને જો અત્યારે દુઃખના દિવસો ચાલી રહ્યા છે તો આવતીકાલે સુખ આવવાનું જ છે. કોઈપણ વ્યક્તિનો સમય ક્યારે એકસરખો રહી શકતો નથી. આ વાત અમીર વ્યક્તિથી લઈને ગરીબી વ્યક્તિ સુધી બધાને લાગુ પડે છે.
જોકે તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિના સારા સમયની શરૂઆત થવા જઇ રહી હોય છે, ત્યારે વ્યક્તિના જીવનમાં કેટલાક સંકેત દેખાય છે. આજ ક્રમમાં દુઃખના દિવસો આવી રહ્યા હોય છે ત્યારે પણ કેટલાક સંકેત જોવા મળે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સુખના દિવસો આવતા પહેલા જોવા મળતા સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જો તમને રસ્તા પરથી અચાનક પૈસા મળે છે અને તમે તેને વાપરી નાખો છો તો તે સારી વાત નથી. તમારે આ પૈસાને ઘરે લાવીને મંદિરમાં રાખી દેવા જોઈએ અને આશરે દોઢ મહિના પછી તેને ગૌશાળામાં દાન કરવા જઈએ. જેનાથી તમારા જીવનમાં પૈસાની કમી રહેતી નથી.
જો તમારા ઘરમાં કોઈ બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે અને તેની નાળ તમારા ઘરમાં છૂટી જાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે આ નાળને ઘરની તિજોરી માં મૂકી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી તમે માલામાલ થઈ જશો.
જો તમારા ઘરમાં અચાનક ઘણી બધી કીડીઓ આવવા લાગે છે અને દર બનાવવા લાગે છે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આ સંકેત દેખાઈ જાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમે ટૂંક સમયમાં અમીર થવાના છો.
જો તમારા ઘર આંગણે રહેલ તુલસીનો છોડ લીલોછમ થઈ જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘર પરિવારમાં ખુશી આવવાની છે. આ સાથે તમારા જીવનમાં દુઃખનો માહોલ રહેશે નહીં.
જો તમારા ઘર અથવા ઓફિસની આજુબાજુ કોયલ મીઠો અવાજ કરી રહી હોય તો પણ તે સુખ સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. આ સાથે જો તમે ઘરમાં કોઈ જગ્યાએ ગરોળીઓ ને સંભોગ કરતા જુવો છો તો તે પણ સારી નિશાની માનવામાં આવે છે.