સોમવારનો દિવસ ભગવાન શિવજીનો દિવસ માનવામાં આવે છે. સોમવારના દિવસે શિવજીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ ધન કમાવવા માટે સખત મહેનત કરે છે. કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.
મિત્રો દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સોમવારના દિવસે આ એક ઉપાય કરવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાળા તલનો ચમત્કારિક ઉપાય સોમવારના દિવસે કરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાળા તલનો ઉપાય સોમવારના દિવસે કરવાથી તમારા પિતૃઓ તમારા ઉપર રાજી રહેશે.
આ ઉપાય કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળશે. મોટાભાગના લોકોની જન્મ કુંડળીમાં શનિદોષ લાગેલો હોય છે. શનિ દોષના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની મુસીબતો આવતી હોય છે.
ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સોમવારના દિવસે થોડાક કાળા તલ વહેતા જળમાં અર્પણ કરી દેવા જોઈએ. આવું કરવાથી તમને ચોક્કસ પણે તેનો ફાયદો થશે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી શનિની સાઢેસાતી દૂર થાય છે.
સોમવારના દિવસે કાળા તલ વહેતા જળમાં અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળી રહે છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે કાળા તલ એક એવી જગ્યાએ ફેંકી દેવાના છે, જેનાથી તમારા પિતૃઓ ખૂબ જ રાજી થશે અને શનિદેવની કૃપા તમારા જીવન પર બની રહેશે.
મિત્રો આ ઉપાય તમે સોમવારના દિવસે કરી નાખશો તો તમારા ઘરમાં રહેલ ગરીબાઈ દૂર થશે અને ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ ઉપાય કરવાથી તમારા ઘર માંથી વાસ્તુદોષ અને પિતૃદોષ દૂર થશે.
આ ઉપાય કરવા માટે સોમવારના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને મહાદેવજીના મંદિરે જવાનુ છે. મંદિરે જતા સમયે સાથે એક દૂધનો લોટો અને એક મુઠ્ઠી કાળા તલ લેવાના છે. ત્યારબાદ મહાદેવજીને જળ અને દૂધ અર્પણ કરવાનું છે. ત્યાર પછી મહાદેવજીને વિધિવત રીતે પૂજા આરાધના કરીને તમારી બધી જ મનોકામના કહેવાની છે.
સોમવારના દિવસે ભગવાન શિવજીની વિધિવત રીતે પૂજા આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો ત્યારબાદ કાળા તલ તમારા ઘરમાં કોઈપણ સ્વચ્છ જગ્યાએ રાખી દેવાના છે. ત્યારબાદ સોમવારના દિવસે સાંજના સમયે તમારા ઘરમાં રાખેલ કાળા તલ તમારા ઘરની બહાર ચાર રસ્તા પર જઈને ચારે રસ્તા બાજુ થોડા થોડા તલ ફેંકી દેવા જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોમવારના દિવસે જ તમે આ ઉપાય કરી નાખશો તો તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ ઉપાય કરવાથી ભગવાન શિવજીની તમારા ઉપર કૃપા બની રહેશે અને ઘર પરિવારમાં સુખ શાંતિમાં વધારો થશે.