20230731 122450

શું તમે જાણો છો? આપણા હિન્દૂ ધર્મમાં સ્ત્રીઓ સ્મશાન ગૃહમાં કેમ નથી જતી ?

ધાર્મિક

મિત્રો હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર ને લઇને ઘણી બધી માન્યતાઓ છે પરંતુ આજકાલ ઘણા બધા લોકો આ માન્યતાઓ વિશે જાણતા નથી હોતા પરંતુ એવી કેટલીક માન્યતાઓ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર લઈને પહોંચી એમાંથી એક માન્યતા એવી છે,

જેના વિશે આજના આ લેખમાં આપણે વાત કરવાની છે. મિત્રો આપણા સમાજમાં એવી માન્યતા છે કે જ્યારે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો સ્ત્રી અંતિમ સંસ્કારમાં જતી નથી. મિત્રો હિંદુ પુરાણોમાં મહિલા સ્મશાન ગૃહ માં જવાનું વર્જિત માનવામાં આવે છે અને આપણા પૌરાણિક શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.

પરંતુ શા માટે મહિલાઓએ અંતિમ સંસ્કારમાં ન જવું જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો ગરુડ પુરાણમાં બતાવ્યા પ્રમાણે મહિલાઓને પુરુષોની તુલનામાં ખુબજ કમજોર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મૃત શરીરને અગ્નિદાહ આપતાં જો કોઈ રોવે છે તો આત્માને શાંતિ મળતી નથી.

આ જ કારણથી મહિલાઓને સ્મશાન મા જવું વર્જિત માનવામાં આવે છે. સ્મશાન ઘાટમાં એવી કેટલીક વસ્તુ છે મહિલાઓ અને બાળકોને જોવી ઉત્તમ નથી અને ઘણીવાર મૃત શરીરને સળગાવતાં સમય તેમાંથી અવાજ આવે છે આ અવાજની માનસિક અસર બાળકો અને મહિલાઓ પર પડે છે,

આ કારણથી મહિલાઓ અને બાળકોને સ્મશાનમાં જવું વર્જિત માનવામાં આવે છે. દરેક ધર્મમાં અલગ-અલગ માન્યતા અને અલગ-અલગ રીતિ-રિવાજ હોય તેવી જ રીતે આપણા હિન્દુ ધર્મમાં પણ મહિલાઓ અને બાળકોને સ્મશાન માં જવા માટે પરવાનગી નથી હોતી.

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર મૃતદેહને ઘરેથી લઈ ગયા પછી ઘરના ધાર્મિક રીતે પવિત્ર કરવામાં આવે છે. અને ઘર ને શુદ્ધ બનાવવુ ખૂબ જ જરૂરી છે. આ કારણે જ કોઇને ઘરે રહીને વિધિ વિધાન થી ઘર ને પવિત્ર કરવા માટે સ્ત્રી ઓનુ ઘરે રહેવું ખૂબ જ અનિવાર્ય હોય છે .

આ કારણે જ સ્ત્રીઓ ને ઘરે રહેવુ પડે છે. આ જવાબદારી સ્ત્રી સારી રીતે નિભાવી શકે છે. આ કારણ થી જ પુરુષો ને સ્મશાન અને સ્ત્રીઓ ને ઘરે જ રહેવુ પડે છે. જ્યારે પુરુષો સ્મશાન વિધિ પૂરી કરીને ઘરે આવે છે ત્યારે તેમના નાહવા ધોવાની વ્યવસ્થા પણ મહિલા ઍ કરવાની હોય છે.

આ પાછળ નું બીજુ કારણ એ પણ છે કે જ્યારે મૃત દેહ સળગાવવામાં આવે છે ત્યારે વાતાવરણમાં કીટાણું ફેલાઈ જાય છે અને શરીરના કોમળ ભાગોમાં કીટાણુ ચોટી જાય છે અને બીમારીનું કારણ બને છે આ આ કારણથી જ સ્મશાને થી ઘરે આવીને સ્નાન કરવાનો રિવાજ છે.

એવું કહેવામાં આવે છે કે સ્મશાન ગૃહમાં ખરાબ આત્માનો વાસ હોય છે અને એવું કહેવામાં આવે છે કે આ આત્માઓ પુરુષોની તુલનામાં મહિલાઓ તરફ વધુ આકર્ષિત થાય છે. માનવામાં આવે છે કે ભૂતનો કુંવારી મહિલા પર પોતાનો પ્રભાવ વધારે છે આ કારણથી મહિલા ઓ ને સ્મશાન ગૃહમાં પ્રવેશ વર્જિત માનવામાં આવે છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.