દોસ્તો આપણા દેશમાં આવેલા તિરુપતિ મંદિરને સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. આ મંદિરને સૌથી અમીર મંદિર ની ઉપાધિ પણ મળી છે. વળી આ મંદિર સાથે જોડાયેલી ઘણી બધી વાતો તેને ખૂબ જ ખાસ બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં વાળ દાન કરવાની વિશેષ પરંપરા ચાલી આવી રહી છે.
જોકે આ પરંપરાનું કયા કારણોસર પાલન કરવામાં આવે છે અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે તેના વિશે બહુ ઓછા લોકો માહિતગાર છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને તિરુપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલી દંતકથા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે આ પૌરાણિક કથા વિશે જાણીએ. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં વાળ દાન કરવાની પરંપરા કુબેર દેવતા સાથે જોડાયેલી છે.
જ્યારે ભક્તો અહીં આવીને તેમના વાળ દાન કરે છે તેના કરતાં દસ ગણી વધુ કિંમતના પૈસા તેમને મળે છે. આ સાથે એક અન્ય માન્યતા અનુસાર જે વ્યક્તિ અહીં આવીને પોતાના વાળ દાન કરે છે તેના પર લક્ષ્મી માતા હંમેશા મહેરબાન રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મોટા મંદિરમાં પુરુષોની સાથે સાથે સ્ત્રીઓ પણ પોતાના વાળ દાન કરે છે.
એક સમય હતો જ્યારે બાલાજી વિગ્રહ ઉપર કીડીઓ નો પર્વત બની ગયો હતો. ત્યારે ત્યાં એક ગાય આવતી હતી અને આ કીડીઓના પર્વત ને દૂધ પીવડાવતી હતી. જ્યારે ગાયના માલિકને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તે ગાય પર બહુ જ ગુસ્સે થયા હતા અને ભૂલથી ગાયના માથા ઉપર કુહાડી ફટકારી હતી. જેના લીધે બાલાજીના ઘણા બધા વાળ ખરી પડયા હતા.
ત્યાર પછી માતા નીલા દેવીએ તેના પોતાના વાળ કાપીને બાલાજીના અસરગ્રસ્ત વિસ્તાર પણ મુક્યા હતા. નીલા દેવીએ બાલાજી ના જે ભાગ પર વાળ મુક્યા હતા ત્યાં તરત જ રૂઝ આવી ગઈ હતી. જેનાથી પ્રસન્ન થઈને બાલાજી કહ્યું કે વાળ એ આપણા શરીરના સૌથી સુંદર ભાગોમાંથી એક છે અને જ્યારે તેઓએ તેમને દાન આપ્યો ત્યારે તેઓનો ઘા જલ્દી રૂઝાઈ ગયો છે. જેના લીધે તેઓ તેમની દરેક ઈચ્છા પૂરી કરશે.
આ ઘટના પૂરી થયા પછી આ મંદિરમાં વાળ દાન કરવાની પરંપરા ચાલુ થઈ ગઈ હતી. એક માન્યતા અનુસાર આ મંદિરમાં જે વ્યક્તિ પોતાના વાળ દાન કરી દે છે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમામ પ્રકારના દુઃખો દૂર કરે છે. તમારી માહિતી માટે કહી દઈએ કે આ મંદિરમાં વાળ દાન કરવા માટે લગભગ 60,000 જેટલા વાળંદ લોકોની નિમણૂક કરવામાં આવી છે.