દોસ્તો હિંદુ ધર્મ અનુસાર શુક્રવારનો દિવસ ધનનાં દેવી માતા લક્ષ્મી ને સમર્પિત છે. આ દિવસે ધનપ્રાપ્તિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે માતા લક્ષ્મી સૌથી પ્રસન્ન મુદ્રામાં હોય છે. તેથી આ દિવસે તેમની વિધિ પૂર્વક પૂજા કરવાથી અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે.
શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક સરળ કામ કરવા જોઈએ. આ ઉપાયો કરી લેવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન ના આશીર્વાદ આપે છે. આ કામ કરી લેવાથી વ્યક્તિના ઘરમાં સુખ-સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે.
હિન્દુ ધર્મમાં હળદરની પૂજનીય ગણવામાં આવી છે. ધનપ્રાપ્તિની ઈચ્છા હોય તો શુક્રવારે હળદરનો આ ઉપાય કરી લેવો. તેના માટે શુક્રવારે સવારે સ્નાન કરીને ઘરના મુખ્ય દરવાજાની સામે સફાઈ કરી ત્યાં હળદર અને પાણીનો છંટકાવ કરવો.
આમ કરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે. ગંગાજળનો ઉપયોગ કરવાથી પણ ઘર પવિત્ર થાય છે અને વાતાવરણ ધાર્મિક બને છે.
તેના માટે શુક્રવારે ઘરની સાફ સફાઇ કર્યા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહે છે.
શુક્રવારના દિવસે સવારે સ્નાન કરી ઘરની સાફ-સફાઈ કરો. ત્યારબાદ આ દિવસે પાંચ કન્યાઓને ઘરે બોલાવી અને જમાડો. સાથે જ તેમણે લાલ ચૂંદડી અને નાળિયેર ભેટમાં આપો અને મીઠાઈ ખવડાવો.
તેમને સન્માન સાથે જમાડી અને વિદાય આપો અને માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી થાય તેવી પ્રાર્થના કરો. શુક્રવારના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. શુક્રવારે ઓછામાં ઓછી એક વ્યક્તિને ભોજન જરૂરથી કરાવો અને તેમને યથાશક્તિ આર્થિક દાન કરો.
શુક્રવારના દિવસે સાંજે માતા લક્ષ્મીની પૂજા કરીને શ્રીસૂક્તનો પાઠ કરો. આ સિવાય કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો. આ બંને પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી વાસ કરે છે.