શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીવિષ્ણુ ની વિધિવત રીતે પૂજા-આરાધના કરવાથી ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે કેટલાક ચમત્કારી ઉપાય કરવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે શુક્રવારના દિવસે તુલસીના પાંચ પાન રાત્રે સૂતી વખતે તકિયાની નીચે રાખીને સૂવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળે છે.
અત્યારના સમયમાં ભાગદોડવાળી જિંદગીમાં દરેક મનુષ્ય પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સખત મહેનત કરે છે પરંતુ મોટાભાગના વ્યક્તિઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. અત્યારનો સમય મોટા ભાગના વ્યક્તિઓ આર્થિક પરિસ્થિતિનો સામનો કરે છે મોટાભાગના ઘર-પરિવારમાં લડાઈ-ઝઘડા અને ઝગડા થતા રહે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શુક્રવારના દિવસે કરવામાં આવતો એક ચમત્કારિક ઉપાય બતાવા રહ્યા છીએ. દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શુક્રવારના દિવસે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ અને પિતૃદોષ દૂર થશે.
ધાર્મિક માન્યતા અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો હોય છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની પૂજા આરાધના કરવાથી બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ મળી રહે છે.
મિત્રો એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં નિયમિત રૂપે તુલસીની પૂજા આરાધના કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે. તુલસી ને નિયમિત રૂપે જ અર્પણ કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ અને પિતૃદોષ દૂર થાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં તુલસીના કેટલાક સંસ્કારી ઉપાયો બતાવવામાં આવ્યા છે જે ઉપાયો શુક્રવારના દિવસે કરવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે. તુલસીનો આ ચમત્કારિક ઉપાય કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે.
મિત્રો આ ઉપાય કરવા માટે શુક્રવારના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઇએ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય છે શુક્રવારના દિવસે સાંજના સમયે તમારે તુલસી માતા ને એક શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. ત્યાર બાદ તમારે એક થારી માં થોડા ચોખા કંકુ અને તાંબાના લોટામાં પાણી ભરીને લેવાનું છે. ત્યારબાદ તુલસી માતા ની વિધિવત રીતે પૂજા આરાધના કરવાની છે.
આટલું થઈ ગયા પછી તાંબાના લોટામાં કંકુ અને ચોખા નાખીને તુલસીના છોડમાં અર્પણ કરી દેવાનું છે. તુલસી માતા ની સાત વખત પ્રદક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરવાનો છે. ત્યાર બાદ તમારે તુલસીના છોડમાંથી પાંચ આખા પાન તોડી લેવાના છે.
ત્યારબાદ તુલસીના છોડને બે હાથ જોડીને પ્રણામ કરી તમારી બધી જ મનોકામના ઈચ્છા એવું કહેવાની છે. ત્યારબાદ તુલસીના પાંચ પાન ને તમારા ઘર મંદિરમાં માતા લક્ષ્મીના ચરણોમાં મૂકી દેવાના છે. ત્યાર બાદ તમારે સૂતા સમયે તુલસીના પાન તમારા તકિયા નીચે મૂકી દેવાના છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે આ ચમત્કારિક ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે. આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં દુઃખ દરિદ્રતા અને ગરીબાઈ દૂર થશે.