IMG 20220105 WA0012 1

શિયાળામાં આ પાંચ શાકભાજી ખાઈ લેવાથી વર્ષ દરમિયાન નથી થતો કોઈ રોગ, શરીર બની જશે એકદમ તંદુરસ્ત.

ધર્મદર્શન

દોસ્તો કુદરતે આપણને એવી ઘણી વસ્તુઓ ગિફ્ટ આપી છે, જેનો ઉપયોગ કરવા માત્રથી તમે આસાનીથી તમે ઘણા રોગોથી છુટકારો મેળવી શકો છો. આ બધી વસ્તુઓને આયુર્વેદિક ઔષધિઓના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. વળી કેટલાક આયુર્વેદિક નિષ્ણાતો ઋતુ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ ખાવાની સલાહ આપતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને શિયાળામાં ખાવામાં આવતી એવી પાંચ શાકભાજીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે પોતાના ભોજનમાં આ બધી શાકભાજી ઉમેરી લો છો તો તમને વર્ષ દરમિયાન કોઈ રોગ થતો નથી અને તમારું શરીર પૌષ્ટિક ગુણોથી સમૃધ્ધ બની જાય છે. આ સાથે આ બધી શાકભાજીઓ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો ચાલો આપણે જાણીએ કે એવી કઈ શાકભાજીઓ છે, જેને શિયાળાની ઋતુમાં અવશ્ય ખાવી જોઈએ.

જો તમે નોનવેજ વસ્તુઓ ખાધા વગર પોતાના શરીરમાં પ્રોટીનની કમી પૂરી કરવા માંગો છો તો તમારે વટાણાની શાકભાજી સામેલ કરવી જોઈએ. હકીકતમાં વટાણામાં પ્રોટીનની સાથે સાથે મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ જેવાં પોષક તત્વો જોવા મળે છે, જે આપણા શરીરને વિવિધ પ્રકારની બીમારીઓથી બચાવવા નું કામ કરે છે. આ સાથે તમારા શરીરમાં પ્રોટીનની કમી પણ કાયમ માટે દૂર થઈ જાય છે. તેથી તમારે ભોજનમાં અવશ્ય વટાણા સામેલ કરવા જોઇએ.

તમે ભોજન સાગની શાકભાજી પણ સામેલ કરી શકો છો. હકીકતમાં સાગમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પૌષ્ટિક ગુણો જોવા મળે છે. જે તમારા શરીરને વિવિધ પ્રકારના રોગોથી દૂર રાખવાનું કામ કરે છે. વળી સાગની શાકભાજી ભોજનમાં સામેલ કરવાથી શરીફ હાથી જેવું મજબૂત બની જાય છે.

સામાન્ય રીતે પાલકની શાકભાજી ચોમાસાની ઋતુમાં સૌથી વધારે ખાવામાં આવે છે પરંતુ જો તમે શિયાળામાં પાલકનું સેવન કરો છો તો તમારા શરીરમાં લોહીની કમી ક્યારેય થતી નથી. હકીકતમાં પાલકમાં આર્યન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે લોહીની કમી દૂર કરીને એનિમિયાના રોગથી તમને બચાવવાનું કામ કરે છે. આ સિવાય પાલકમાં વિટામિન બી6, ફોલેટ, મેગ્નેશિયમ જેવા તત્વ પણ મળી આવે છે.

શતાવરી એક એવી શાકભાજી છે, જે મોટે ભાગે હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવે છે પરંતુ હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ તેનું ચલણ વધી રહ્યું છે. શતાવરી એકદમ અસરકારક ઔષધી છે, જેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમારા આંતરડા માં કોઈપણ પ્રકારની અશુદ્ધિ જમા થઈ ગઈ હોય તો શતાવરીનું સેવન કરવાથી તેને બહાર કાઢી શકાય છે.

સામાન્ય રીતે મકાઈ નો ઉપયોગ પોપકોર્ન બનાવવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ ઘણાં ઘરોમાં મકાઈને શેકીને પણ ખાવામાં આવતી હોય છે, જેને ખૂબ જ સારી માનવામાં આવે છે. હકીકતમાં મકાઈ માં ઘણા બધા પોષક તત્વ મળી આવે છે, જે આપણને બીમારીઓથી દૂર રાખવાનું કામ કરે છે. વળી જો તમે શિયાળાની ઋતુમાં તેનું સેવન કરો છો તો તેના કરતાં કે સારી વસ્તુ હોઈ શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *