મિત્રો ભારતની પ્રાચીન સાત નગરીઓમાં થી ઉજ્જૈન એ પવિત્ર અને પ્રમુખ નગરી માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ ઉજ્જૈન ખૂબ જ મહત્વનું સ્થાન છે. મિત્રો ઉજ્જૈનમાં જ મોટી વૈદિક શાળા હતી, અને આજે પણ મોટી જ્યોતિષશાસ્ત્રની ગણતરીઓ ઉજ્જૈનમાં થાય છે.
મિત્રો ભગવાન શિવજીનું અત્યંત શક્તિશાળી જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર પણ ઉજ્જૈનમાં સ્થાપિત છે. મિત્રો ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દુનિયાનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે. મિત્રો ઉજ્જૈનમાં ભગવાન શિવજીના શિવલિંગને ભસ્મની આરતી કરવામાં આવે છે. અને તેનું ખૂબ જ મહત્વ છે.
મિત્રો આ ભસ્મ આરતી ખૂબજ શક્તિશાળી અને ચમત્કારિક માનવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે ભસ્મ આરતીમાં જે લોકો ભાગ લે છે તેવા લોકોના દુઃખો અને દર્દો પણ ભસ્મ થઈ જાય છે. મિત્રો ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ના દર્શન કરવાથી આપણા આયુષ્યની રક્ષા થાય છે.
મિત્રો ઉજ્જૈનમાં મંગલનાથ મંદિર આવેલું છે. મંગલનાથ ના દર્શન કરવાથી અને શિવપૂજન કરવાથી મંગળ દોષ દૂર થાય છે. મિત્રો ભગવાન શિવજીનું પ્રાચીન અને પ્રથમ શિવલિંગ સોમનાથમાં આવેલું છે. મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર ને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો સૌરાષ્ટ્રમાં પ્રભાસ ક્ષેત્ર આવેલું છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ તેમના શરીરનો ત્યાગ કર્યો હતો.
મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. મિત્રો દક્ષ પ્રજાપતિના શાપથી ચંદ્ર ને ક્ષય નો રોગ થયો હતો. આ રોગ ને મટાડવા માટે ચંદ્રમાએ શિવજીની તપસ્યા કરી અને તેમના આશીર્વાદથી ચંદ્ર ને ક્ષય રોગમાંથી મુક્તિ મળી હતી. અને જ્યાં ચંદ્રમાએ ભગવાન શિવજી ની તપસ્યા કરી હતી,
તે જગ્યાએ તેમને સોમનાથ મહાદેવ ના શિવલિંગની સ્થાપના કરી હતી. અને ભગવાન શિવજીની કૃપાથી આ જગ્યા ઉપર ચંદ્રને શ્રાપ અને રોગમાંથી મુક્તિ મળી હતી. મિત્રો તમારા જીવનમાં ચંદ્રમા સંબંધિત કોઈપણ મુશ્કેલી આવે તો તમારે સોમનાથ મહાદેવ મંદિરની પૂજા કરવી જોઈએ. અથવા,
તો તમારા કુંડળીમાં કોઈ પણ પ્રકારના દોષ હશે તો તેના માટે તમારે સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ના દર્શન કરવા જોઈએ. અને સોમનાથ મહાદેવ મંદિરના શિવલિંગ નું વિધિવત રીતે પૂજા-અર્ચના કરવી જોઈએ.
મિત્રો ભગવાન શિવજીની આ ત્રણ જગ્યાઓ એવી પવિત્ર અને ચમત્કારીક જગ્યાઓ છે, જ્યાં દર્શન અને પૂજા અર્ચના કરવાથી આપણા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ અને દોષ દૂર થાય છે.
મિત્રો સોમવારના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી તેનું વિશેષ પુણ્ય પર આપણને આપણા જીવનમાં ઘર પરિવારને મળી રહે છે. મિત્રો પૂરી શ્રદ્ધા અને હૃદયથી ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવે તો તેનાથી આપણા જીવનમાં આવતી અનેક બાધાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે.
જો તમે આવા જ અવનવા લોકો દરરોજ વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.