20230727 195555

જેમના ઘેર આ શંખ હોય છે એવા લોકો હોય છે કરોડપતિ. લક્ષ્મીજી હંમેશા હોય છે પ્રસન્ન.

ધાર્મિક

મિત્રો હિંદુ સંસ્કૃતિ માં શંખને પવિત્ર ગણવામાં આવે છે. અને શંખ ની ઉત્પત્તિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. હિન્દુ ધર્મમાં ઘરમાં અને મંદિરમાં આપણે શંખ રાખીએ છીએ. ભગવાનની પૂજા આરતી કર્યા પછી આપણે શંખ વગાડીએ છીએ. મિત્રો શંખ ત્રણ પ્રકારના હોય છે.

શંખમાં વામવર્તી, દક્ષિણાવર્તી અને ગણેશ શંખ એટલે કે મધ્યવર્તી શંખ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ચમત્કારી શંખ છે તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય રહેશે. ચમત્કારિક શંખથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે.

મિત્રો આ બધામાંથી વિશેષ શંખ છે કામધેનું શંખ. આ શંખ ગાયના જેવું છે એટલે તેને કામધેનુ શંખ કહેવામાં આવે છે. તેથી મિત્રો કામધેનું શંખની પૂજા ઘરમાં રાખવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શંખ માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન ને ખૂબ જ પ્રિય છે. એટલે પૂજા કરતી વખતે શંખ વગાડવો જોઈએ.

કામધેનુ શંખ સાથે અસંખ્ય લાભ જોડાયેલા છે જે આજે આપણે આ લેખમાં તમને જણાવીશું. કામધેનું શંખ તમારા ઘરમાં કઈ જગ્યાએ રાખવો કઈ રીતે તેનો ઉપયોગ કરવો આજે તમને આ લેખમાં જણાવીશું. મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે કામધેનું શંખ રાખવાથી મા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે.

અને શંખ સાથે જોડાયેલી કથા મહર્ષિ પુલસ્ત્ય અને મહર્ષિ વશિષ્ઠ ઋષિ મા લક્ષ્મીની કૃપા મેળવવા આ શંખની પૂજા કરી હતી. તેથી આ ઋષિઓને ધનની પ્રાપ્તિ થઈ હતી. તમારા ઘરમાં પણ આ કામધેનું શંખ રાખશો તો ધન અને અન્નની ક્યારેય કમી રહેશે નહિ. તમે કામધેનું શંખની પૂજા કરશો તો અઢળક ધન ની આવક થશે.

અને તમારા મનમાં ધારેલા કાર્યો અને તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. કામધેનુ શંખ તમારા ઘરના મંદિરમાં હશે તો મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે. મિત્રો ઋગ્વેદના જણાવ્યા અનુસાર આ કામધેનું શંખમાં ૩૩ દેવોની શક્તિઓ સમાયેલી છે. મિત્રો દરિયાકિનારે અલગ-અલગ પ્રકારના શંખ મળી રહે છે.

આ કામધેનું શંખ કોઈ ને દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકોને ધનની કમી ખૂબ જ વર્તાય છે એવામાં તમે આ કામધેનું શંખ લાવીને તમારા ઘરમાં અથવા તિજોરીમાં મૂકી દો. આ ઉપાય કરવાથી ધનની આવક થાય છે. અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. મિત્રો તમને એવું લાગે છે કે તમારા ઘરમાં ગરીબી છે,

પૈસા ટકતા નથી અને આવક કરતાં ખર્ચ વધારે થાય છે તો આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો કામધેનું શંખની પૂજા કરવાથી તર્કશક્તિ અને વાણી શક્તિ મજબૂત બને છે. અને મનને શાંતિ મળે છે. તમને એવું લાગે કે ઘરમાં કેટલાક વ્યક્તિ છે. તે બધા શાંતિથી પોતાનું જીવન જીવી અને ઘરમાં ક્યારેય લડાઈ,

ઝઘડા કે કંકાસ ન થાય તે માટે તમે પણ આ કામધેનું શંખ લઈ આવજો અને તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને ઘરના મંદિરમાં મૂકી દેજો. તમને ખબર ના હોય અને કામધેનું શંખ તમારા ઘરમાં હોય તો તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને તેની પૂજા કરજો.

મિત્રો ધ્યાન રાખો કે શંખ ને સીધા જમીન ઉપર ક્યારેય ન રાખો શંખ ને કોઈ વસ્તુ પર રાખ્યા પછી જે મંત્ર છે તે મંત્ર તમારે બોલવું પડશે. તો એ મંત્ર છે ઓમ નમો ગૌમુખે કામધેનું શંકા ય મમ સર્વ કાર્ય સિદ્ધિ કુરુ નમઃ શંખની પૂજા કરતા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.