20210531 151624 min 1

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ વસ્તુનુ દાન, શનિદેવની અસીમ કૃપાથી અવશ્ય દૂર થશે બધી જ તકલીફો..

Religious

હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે ન્યાયના દેવતા શનિદેવની આરાધના કરવામાં આવે છે. શનિદેવને શાસ્ત્રોમાં ન્યાયધીશ કહેવામાં આવે છે એટલે કે ન્યાય કરનારા. કહેવામાં આવે છે કે મનુષ્યને તેના ખરાબ કર્મોનું ફળ શનિદેવ જ આપે છે. માન્યતા છે કે જો કોઈ જાતક પર શનિદેવ પ્રસન્ન થઈ જાય તો રંકને પણ રાજા બનાવી દે છે,

પરંતુ જો તે હતાશ થઈ જાય તો રાજાને પણ રંક બનાતા વાર નથી લાગતી. શનિવારના દિવસ શનિથી જોડાયેલી કેટલીક વસ્તુનું દાન કરીને શનિ દેવને પ્રસન્ન કરી શકાય છે અને જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે.

આ વસ્તુ દાન કરવાથી શનિદેવ થશે ખુશ

1. સરસવનું તેલ કરો દાન
શનિ દેવ માટે સરસવના તેલનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો શનિદેવના પગલે તમારૂ કામ કોઈ અટકી ગયું છે અથવા જીવનમાં સફળતા હાથ નથી લાગી રહી તો સરસવના તેલનું દાન અવશ્ય કરવું જોઈએ. શનિવારના દિવસે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાંખો. પછી તેલમાં તમારો ચહેરો દેખાડી કોઈ ગરીબને દાન કરો અથવા પીપળાના વૃક્ષ નીચે રાખી દો. શનિવારને પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

2. કાળા અડદની દાળ અને કાળા તલનું દાન
શનિવારે સાંજના સમય સવા કિલો કાળા અડદની દાળ અથવા કાળા તલ કોઈ ગરીબને દાન કરવાથી શનિના કારણ ધનથી જોડાયેલી મુશ્કેલીથી છુટકારો મળે છે. અડદ દાળ અથવા કાળા તલનું દાન તમારે ઓછામાં ઓછા પાંચ શનિવાર સુધી કરવાનું છે, પરંતુ ધ્યાન રાખો કે જે શનિવારે તમે કાળી દાળ અથવા કાળા તલ દાન કરી રહ્યો છે તે દિવસ સ્વયં તેનું સેવન ન કરો.

3. લોખંડના વાસણનું દાન
શનિની સમસ્યા માટે જે પણ દાન કરવામાં આવે છે, તેમાં ભોજન બનાવવું લોખંડના વાસણ વિશેષ મહત્વ રાખે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે સાંજના સમય કોઈ ગરીબને તવા, અથવા લોખંડનું વાસણ દાન કરવાથી દુર્ઘટનાનો યોગ ટળી જાય છે.

4. કાળા કપડા અને બૂટનું દાન
જો તમને આરોગ્ય જોડાયેલી તકલીફ છે અને બીમારી ઘર કરી ગઈ છે તો કાળા કપડાનું દાન જરૂર કરવું જોઈએ. શનિવારે સાંજના સમયે કોઈ ગરીબ વ્યક્તિને કાળા કપડા અને બૂટ દાન કરવાથી લાભ અવશ્ય મળશે.

5. સાત પ્રકારના અનાજનું દાન
દરેક શનિવારે સાત પ્રકારના અનાજનું દાન કરવાથી શનિદોષની અસર ઓછી થાય છે. દાન કરવામાં આવતા અનાજમાં, ઘઉં, ચોખા, જુવાર, બાજરી, ચણા, મકાઈ અને કાળા અડદ સામેલ કરી શકાય છે.

ભૂલથી પણ ન કરો આ ભૂલ
શનિદેવને પ્રસન્ન કરનારા ઉપાયમાં ધ્યાન રાખવાની વાત એ છે કે શનિવારના દિવસે રોડ પર ચાલતા કોઈને પણ શનિદેવના નામ પર કોઈ પણ પ્રકારનું દાન ન કરો. ઘણાં લોકો રોડ પર ચાલતા તેલ અને શનિ દેવની મૂર્તિ લઈને ભીખ માંગે છે, પરંતુ શનિ દેવ ને આવા કર્મહીન લોકોને ક્યારેય પસંદ નથી કરતા. એવામાં તમે પણ આ પ્રકારનું દાન કરવાથી બચો.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.