મિત્રો શનિદેવ શનિવાર ના અધિપતિ દેવ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને બધા જ ગ્રહો માં ઉગ્ર અને ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. મિત્રો શનિ ગ્રહનું નામ સાંભળતા જ ઘણાં લોકો ડરી જાય છે. મિત્રો તમે ન્યાયપૂર્વક કામ કરનાર છો તો,
તમારે બિલકુલ પણ શનિદેવથી ગભરાવવાની જરૂર નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ નિષ્પાપ અને ન્યાયના માર્ગ પર ચાલનાર વ્યક્તિઓને ક્યારે પણ દંડ નથી આપતા. મિત્રો શનિનો પ્રભાવ દરેક રાશિ પર અલગ અલગ પડે છે. મિત્રો દરેક ગ્રહના શુભ અને અશુભ એ બંન્ને પ્રભાવ હોય છે.
આવી જ રીતે શનિ ગ્રહના પણ શુભ અને અશુભ પ્રભાવ હોય છે. જ્યારે વ્યક્તિની કુંડળીમાં શનિ શુભ હોય છે. ત્યારે તે વ્યક્તિને માલામાલ અને ધનવાન બનાવી દે છે. અને તેના માર્ગમાં આવનાર દરેક મુશ્કેલી દૂર થાય છે. અને સાથે જ ભગવાન શનિદેવ તેમનું કિસ્મત ચમકાવી દે છે.
મિત્રો શનિની સાડાસાતી આ નામ સાંભળતા જ ઘણાં લોકો ડરી જાય છે. મિત્રો શનિ ન્યાયપ્રિય અને અનુશાસન પ્રિય દેવ માનવામાં આવે છે. તેથી તમે તમારા જીવનમાં નિષ્પાપ અને ખરાબ કર્મ ન કર્યા હોય તો શનિની સાડાસાતીનો પ્રભાવ તમારા પર પડતો નથી. એટલા માટે તમારે સારા કર્મો થી શનિને પ્રસન્ન કરવાની કોશિશ કરવી જોઈએ.
મિત્રો આના માટે તમે કેટલાક કાર્યો કરીને શનિને પ્રસન્ન કરી શકો છો. મિત્રો શનિવારનો દિવસ ભગવાન હનુમાનજી મહારાજનો પ્રિય દિવસ છે. મિત્રો શનિવારના દિવસે હનુમાનજી મહારાજના પૂજાપાઠ અને આરાધના કરવાથી હનુમાનજી મહારાજ આપણા ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે.
મિત્રો શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈને હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ. અને હનુમાનજી મહારાજને સિંદૂર અને તેલ અર્પણ કરવું જોઇએ. મિત્રો તમારા ઘર પરિવારમાં રહેલ વાસ્તુદોષને દૂર કરવા માટે શનિવારના દિવસે હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
મિત્રો શનિદેવની ખરાબ સ્થિતિને સુધારવા માટે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ. મિત્રો શનિવારના દિવસે શનિ મહારાજના મંદિરે જઈને તમે શનિ મહારાજને તલનું તેલ ચઢાવી શકો છો. આ સાથે જ શનિવારના દિવસે થોડું તેલ શરીર ઉપર લગાવીને પછી સ્નાન કરવું જોઈએ.
મિત્રો કોઈ પણ વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. તો તેવા વ્યક્તિએ શનિવારના દિવસે શનિ મહારાજને તલનું તેલ ચઢાવવાથી તેના જીવનમાં આવનાર દરેક કષ્ટ અને મુસીબતો શનિ મહારાજ દૂર કરશે. મિત્રો શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાથે જ શનિમંત્રનો પણ જાપ કરવો જોઈએ.
મિત્રો આવું કરવાથી તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ સારી ન હોય તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર નીલમ રત્નને પહેરવાની સલાહ આપવામાં આવી છે. આનાથી શનિના પ્રભાવ ને ઓછા કરી શકાય છે. મિત્રો શનિવારના દિવસે મસૂરની દાળ ન ખાવી જોઈએ. આનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે.
આની સાથે જ શનિવારના દિવસે લાલ મરચાનું પણ સેવન ન કરવું જોઈએ. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ વસ્તુઓનું શનિવારના દિવસે સેવન કરવાથી શનિના પ્રભાવમાં વધારો થઇ શકે છે. તો મિત્રો શનિ ના પ્રભાવને ઓછો કરવા માટે તમારે આ પ્રકારની વસ્તુઓનું સેવન શનિવારના દિવસે ન કરવું જોઈએ.
જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.