20230814 163011

શનિવારના દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ, નહીંતર શનિદેવના ક્રોધથી બરબાદ થઈ જશે ઘર પરિવાર.

ધાર્મિક

સામાન્ય રીતે તમે બધા સારી રીતે જાણતા હશો કે શ્રાવણ મહિનાઓ શિવજી સાથે જોડાયેલ છે. જો આખા શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા કરવામાં આવે તો શિવજી ઈચ્છિત સફળતા આપે છે.

તમે જાણતા હશો કે શિવજીને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે અને તેઓ ભક્તોની નાની પૂજા અર્ચના થી પણ પ્રસન્ન થઈ જાય છે. જોકે કેટલાક કામ એવા પણ છે કે જેને શ્રાવણ મહીનાના પહેલા શનિવારના દિવસે કરવા જોઈએ નહીં.

જો તમે આ કામ શનિવારના દિવસે કરો છે તો શનિદેવ નાખુશ થઇ જાય છે અને વ્યક્તિને તેમના ક્રોધનો સામનો કરવો પડે છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિદેવ ખરાબ દ્રષ્ટિ કરે છે

તેની જીવનરૂપી નૈયા મુષ્કલીઓરૂપી મોજામાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે આ કામ કરવાથી બચવું જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ કામ કયા કયા છે, જેને શનિવારના દિવસે કરવા જોઈએ નહીં.

આમ તો કોઈપણ શનિવારના દિવસ લોખંડની વસ્તુ ઘરમાં લાવવી જોઈએ નહિ પંરતુ શ્રાવણ માસના પહેલા શનિવારે તો લોખંડની વસ્તુ લાવવાથી અવશ્ય બચવું જોઈએ. નહીંતર શનિદેવ ગુસ્સે થઈ જાય છે અને ખરાબ પરિણામ આપે છે.

શનિવારના દિવસે તલ અથવા સરસવ ખરીદવા પર મનાઈ છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે બને ચીજો પૈકી કોઈ એક વસ્તુ પણ ખરીદે છે તો તેને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જોકે તેનાથી વિપરીત તમે આ બે વસ્તુઓનું દાન કરો છો તો ઘણો લાભ થાય છે.

કોઈપણ વ્યકિતએ શનિવારના દિવસે મીઠા ની ખરીદી કરવી જોઈએ નહી. કારણકે આ દિવસે ઘરમાં મીઠું લાવવાથી દેવું વધે છે. તેથી આ દિવસે મીઠું ખરીદશો નહિ. જો તમારા ઘરે મીઠું પૂરું થવા આવી ગયું હોય તો તને આગળ પાછળ ના દિવસે મંગાવી શકો છો પણ શનિવારના દિવસ તેને ખરીદવાથી બચવું જોઈએ.

શનિવારના દિવસે ચામડાની કોઈપણ વસ્તુ ખરીદવી અશુભ છે. આ દિવસે ચામડાની વસ્તુ ઘરે લાવવાથી ઘરમાં ગરીબી આવે છે. આ સાથે અનેક નુકસાન નો સામનો કરવો પડે છે.

હવે તમે સમજી ગયા હશો કે શનિવારના દિવસે કંઈ વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. તમે આ બધી વસ્તુઓથી અંતર બનાવીને સુખી જીવન જીવી શકો છો.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.