20230823 161233

શનિવારના દિવસે અડદની દાળનો કરી લો આ ઉપાય, શનિદોષ કાયમ માટે થઈ જશે દૂર, મળશે ખોબલે ખોબલે પૈસા.

ધર્મદર્શન

દોસ્તો આપણા જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવતાને કર્મ ફળના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપતા હોય છે. જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન શુભ કાર્યો કરે છે તેના પર શનિ દેવના આશીર્વાદ વરસતા રહે છે પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ખરાબ કાર્યો કરતો હોય છે તો તેને શનિદેવ ની સજા નો સામનો કરવો પડે છે.

શનિદેવની ભૂમિકા એક ન્યાયાધીશ તરીકેની છે, જે વ્યક્તિને તેના સારા અને ખરાબ કાર્ય પ્રમાણે ફળ આપતા હોય છે. આજના સમયમાં ઘણા બધા લોકોને શનિદેવના ક્રોધનો સામનો કરવો પડતો હોય છે અને તેઓ નાછૂટકે જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જતા હોય છે.

આવામાં જો તમે પણ શનિ દેવતાને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છો તો જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો વિશે વાત કરવામાં આવી જેને અજમાવ્યા પછી તમે શનિદોષથી છુટકારો મેળવી શકો છો સાથે સાથે વ્યક્તિને જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. તો ચાલો આપણે જાણીએ કે શનિવારના દિવસે કયા ઉપાયો કરવા શુભ માનવામાં આવે છે.

જો તમારા પર શનિદેવની ખરાબ અસર થઈ રહી હોય તો તમારે શનિવારના દિવસે મસૂર ના કેટલાક દાણા લઈને કાગડાને ખવડાવી લેવા જોઈએ. જો તમે સતત ચાર શનિવાર સુધી આ ઉપાય કરો છો તો તમે શનિદોષથી કાયમ માટે રાહત મળી જાય છે અને તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબુત બની જાય છે.

જો કોઈ વ્યક્તિ શનિની સાડાસાતીથી હેરાન પરેશાન થઈ ગયો હોય તો તે વ્યક્તિ એ કાળા તલ અને કાળી અડદની દાળ મિક્સ કરીને કોઇ ગરીબ વ્યક્તિને કાળા રંગના કપડામાં બાંધીને દાનમાં આપી દેવી જોઈએ, જેનાથી વ્યક્તિને તરત જ શનિની સાડાસાતીથી મુક્તિ મળી જાય છે. આ સાથે જો તમે પૈસા સાથે જોડાયેલી સામનો કરી રહ્યા છો તો તેનાથી પણ રાહત મળે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં શનિદોષથી પીડાઇ રહ્યો હોય તો તે વ્યક્તિ માટે કાળી અડદની દાળ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. આ માટે તમારે શનિવારના દિવસે અડદની દાળને પીસીને પાવડર બનાવી લેવો જોઈએ અને તેમાંથી બે મોટા દાણા અલગ કરવા જોઈએ.

ત્યાર બાદ શનિવારના દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે આ અડદની દાળ ઉપર સિંદૂર અને દહીં લગાવવું જોઈએ અને તેને કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી આવવું જોઈએ અને ઘરે પરત આવવું જોઈએ. જો તમે આ ઉપાય કરશો તો તમારે શનિ દોષ નો સામનો કરવો પડશે નહીં અને જિંદગીમાં શનિદેવ તમારા પર ખરાબ અસર કરશે નહીં.

જોકે તમારે એ વાતની કાળજી રાખવાની રહેશે કે જ્યારે તમે આ ઉપાય કરી ને ઘરે આવી રહ્યા હોય ત્યારે તમારે પાછળ ફરીને જોવું જોઈએ નહીં અને સીધા જ ઘરમાં ઘરે આવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે આ ઉપાય યોગ્ય રીતે પૂર્ણ કરશો તો તમને તેના ચોક્કસ સારા પરિણામ જોવા મળશે.

જો તમે પોતાના ધંધાને સાતમા આસમાને પહોંચી પહોંચાડવા માગતા હોય તો તમારે સૌથી પહેલાં કોઈ અનાજને ધંધાના સ્થળે સાત વખત ફેરવી લેવું જોઈએ. ત્યારબાદ બીજા દિવસે મોરના પીંછાની સાવરણી બનાવીને આ બધું જ અનાજ ભેગું કરવું જોઈએ અને તેને એક ચોક પર મૂકવું જોઈએ. જો તમે સાત રવિવાર સુધી આ ઉપાય કરતા રહો છો તો તમારો ધંધો ચાર ગણી ગતિએ આગળ વધે છે અને તમને ચોક્કસ નફો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *