જેઠ માસની કૃષ્ણ પક્ષની અમાસના દિવસે શનિદેવ જયંતિનું શુભ પર્વ આવી રહ્યું છે. આ વર્ષે આ તિથિ 19 મે દિવસ ગુરૂવારે હશે. માન્યતા અનુસાર, આ દિવસ ન્યાયના દેવતા શનિદેવનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસ શનિદેવનું વ્રત,
પૂજા તેમજ કેટલાક વિશેષ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય તેને તેનાથી છુટકારો મળે છે. પરંતુ શનિ જયંતિના દિવસ કેટલીક વાતોનું ધ્યાન આપવાની જરૂર હોય છે. તેમજ શાસ્ત્રો અનુસાર, અમુક કાર્ય ક્યારેક પણ ન કરવાં જોઈએ.
નહીં તો શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ આ કાર્યો વિશે… શનિદેવની પૂજા દરમિયાન આ વાતનું રાખો ધ્યાન શનિદેવની પૂજા દરમિયાન તેમની આંખો સામે જોવાની ભૂલ ન કરો. તેમનાથી શનિ મહારાજની વક્રી દ્રષ્ટિનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે તેમની પૂજા સમય તમારી નજર તેમના પગ તરફ જ હોવી જોઈ. આથી તેમના આશીર્વાદ મળશે.
આ લોકોને પરેશાન ન કરો
જેમ કે બધાં જાણે છે કે શનિદેવ ન્યાયના દેવતા છે. તે ગરીબ, બેસહાય, તેમજ નબળા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આવા લોકોને જીવનમાં ક્યારેય પણ દુખી કરવાની ભૂલ ન કરો. તેની જગ્યાએ તમારી યથાશક્તિ મુજબ તેને દાન કરો. આથી શનિદોષથી છુટકારો મળશે અને જીવનમાં ખુશહાલી આવશે.
આવું કરવાથી બચો
આમ તો ક્યારેય પણ કોઈ પ્રત્યે મનમાં ખરાબ ભાવના ન રાખવી જોઈએ. શનિ દેવના વિશેષ દિવસ એટલે શનિ જયંતિ પર કોઈની સાથે છેતરપિંડી અને ખોટું કામ કરવું ન જોઈએ. આ ઉપરાંત માંસ-દારૂનું સેવન કરવાની ભૂલ ન કરો. આ વસ્તુનું ધ્યાન રાખવાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થવાની સાથે શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ જીવન અન્ન તેમજ ધનથી ભર્યું રહે છે.
આ વસ્તુને ન ખરીદો
શનિ જયંતિના દિવસ ભૂલથી પણ સરસવનું તેલ, અડદ દાળ, લાકડાં, કાંચ અને લોખંડ ન ખરીદો. આ વસ્તુને આ દિવસ ઘરે લાવવી અશુભ ગણાય છે. આ ઉપરાંત જે આર્થિક સમસ્યાથી પરેશાન છે તેને શનિદેવની નારાજગી સહન કરવી પડે છે.
આ કામ ન કરો
શનિ જયંતિના દિવસ તુલસી, પીપળો, બિલિપત્રને તોડવું અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ. નહીંતર જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શનિદેવના આશીર્વાદ મેળવવા માટે કરો આ કામ
આ દિવસ સૂર્યગ્રહણ પણ પડશે. એટલા માટે સૂર્યગ્રહણ પછી શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસવના તેલનો અભિષેક કરો. શનિ ચાલીસા તેમજ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. શનિદેવથી સંબંધીત વસ્તુનું દાન કરો. તેમનાથી શનિદેવની તમારા પર કૃપા બની રહેશે. સાથે જ જે લોકોની કુંડળીમાં શનિદોષ છે તેને આથી છુટકારો મળશે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.