20230812 072045

ગુજરાતનું સૌથી પહેલું અને વર્ષો પુરાણું શનિ મંદિર. જાણો ઇતિહાસ અને દુઃખો કરો દૂર.

ધાર્મિક

મિત્રો આજ ના આ લેખ મા અમે તમને જણાવીશું હાથલા શનિદેવ મંદિર નો ઇતિહાસ. મિત્રો શાસ્ત્ર મા થયેલ ઉલ્લેખ અનુસાર જામનગર જિલ્લાના ભાણવડ નજીક આવેલું છે
હાથલા, ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાત માં સૌથી પ્રાચીન એવું શનિદેવનું જન્મ સ્થળ હોય એવુ કહેવાય છે.

ભત્કો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે દેશ વિદેશથી દર્શન કરવા માટે આવે છે. આ શનિદેવનું સૌથી પ્રાચીન મંદિર છે. અહિ પુરાતત્વોના ખોદકામ દરમિયાન પાચમી સદીની મુર્તિઓ અને શનીકુંડ સહિતની વસ્તુઓ મળી આવી હતી.

મિત્રો આ વસ્તુઓ અને અવશેષો પંદરસો વર્ષ જુના ગણાય છે. મિત્રો અહીં ભગવાન શનિદેવના મંદિરે હાથીની સવારી પર શનિદેવની પ્રાચીન મૂર્તિ શિલ્પો, શિવલિંગ, નંદી, હનુમાનજી તથા શનિ કુંડ આવેલો છે.

આ મંદિર જેઠવા ના ધુમલી રાજ્ય પહેલા મૈત્રી કાળ માં બાંધવામાં આવ્યુ હતો . આ મંદિર વિશે એવુ પણ કહેવાય છે કે શનિદેવ અહીં હાથીની સવારી પર આવ્યા હતા અને અહીં પોતાનું સ્થાન બનાવ્યું હતુ.

મિત્રો આ મંદિર માં અમાસના રોજ ભારતભરમાંથી હજારો ભક્તો આવે છે. અને પોતાની મનોકામના પુરી કરે છે. આખા ભારતમાં આ એક જ શનિદેવનું મંદિર છે જયાં સ્ત્રી હોય કે પુરુષ પોતાની જાતે જ પૂજા અર્ચના કરે છે.

મિત્રો અહી એવી લોક વાયકા છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા જ્યારે પાંડવો કૌરવો સામે રમી હારી ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યુ હતુ કે તેમના પર શનિદેવની અવકૃપા ચાલી રહી છે. જેથી પાંચે ભાઈ શનિધામ જઈને કુંડમાં સ્નાન કરશો અને શનિદેવની પૂજા અર્ચના કરશો તો કૃપા બની રહેશે.

મિત્રો આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો શની કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારે છે. શનિદેવે એવા આશીર્વાદ આપ્યા હતા કે અહીં મામા ભાણેજ સાથે અહીં દર્શન કરવા આવે તો તેને શનિદેવની કઠોર દ્રષ્ટિ માંથી મુક્તિ મળે છે. એટલે જ કહેવાય છે કે અહિ મામા અને ભાણેજ બન્ને સાથે પૂજા અર્ચના અને સ્નાન કરે છે પનોતી ઉતરે છે.

મિત્રો શાસ્ત્ર અનુસાર શનિદેવ ના દસ સ્વરૂપ રહેલા છે તેમજ દસ વાહનો અને દસ પત્નીઓ છે જેમાથી શનિદેવ બાળ સ્વરૂપે હાથીની સવારી કરે છે તે સ્વરૂપ હાથલા ના શનિદેવ મંદિરમાં જોવા મળે છે. શનિદેવ અહીં પોતાની પત્ની પનોતી સાથે આવ્યા હોવાથી આ મંદિર ને પનોતી મંદિર પણ કહેવામાં આવે છે.

તો મિત્રો આ છે હાથલા માં આવેલ ગુજરાત નું પ્રથમ શનિ મંદિર, જ્યાં આવીને હજારો ભક્તો તેમની મનોકામના ની પ્રાર્થના કરે છે અને તેમને મનોકામના પણ પૂર્ણ થાય છે તો બોલો હાથલા ધામ વાળા શનિદેવ ની જય હો… આ લેખ ને જરૂર Share કરો…