આ 5 રાશિઓ પર છે શનિદેવની ક્રૂર દ્રષ્ટિનો પ્રભાવ, શનિવારે આ ઉપાય કરવાથી મળશે મુક્તિ : શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો ઘણાં ઉપાયો કરે છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવની અશુભ દ્રષ્ટિ જો કોઈ પર પડી જાય તો જીવનમાં ઘણાં દુખોનો સામનો કરવો પડે છે, તેમજ જો શનિની શુભ દ્રષ્ટિ તમારા પર છે તો તમામ પ્રકારના સુખ પણ પ્રાપ્ત થાય છે.
શનિદેવનને પ્રસન્ન કરવા માટે શનિવારે કોઈ છાયા દાન કરે છે તો કોઈ પીપળાના વૃક્ષની પૂજા. અહીં અમે તમને આવા જ સરળ જ્યોતિષ ઉપાય જણાવી રહ્યાં છે જે શનિદેવની સાડાસાતી અને ઢૈય્યામાં રાહત આપશે. સૌથી પહેલા જાણી લો કઈ રાશિઓ પર છે શનિદેવની ખરાબ દ્રષ્ટિ…
આ 5 રાશિઓ પર છે શનિદેવની નજર
શનિ હાલના સમયમાં મકર રાશિમાં બિરાજમાન છે અને 5 રાશિઓ પર તેમની દ્રષ્ટિ બનેલી છે. મકર સહિત ધન અને કુંભ રાશિ વાળા પર પણ શનિની સાડાસાતીનો પ્રકોપ છે.
તેમજ મિથુન અને તુલા રાશિ વાળા પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. શનિની સાડાસાતી અને ઢૈય્યા આ બંને દરમિયાન જાતકોને તમામ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. કરિયરમાં પ્રગતિ મેળવવા માટે અથાગ સંઘર્ષ કરવો પડે છે.
શનિવારે આ ઉપાય કરવાથી મળશે મુક્તિ
શનિદેવને આંકડાનું પુષ્પ ખૂબ પ્રિય છે. એટલા માટે શનિવારે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે આંકડાનું પુષ્પ તેમને સરસવના તેલ સાથે અર્પણ કરો.
શનિવારે ભગવાન હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવી માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ હેરાન નથી કરતા.
શનિવારે કાળા શ્વાન, કાળી ગાયને રોટલી અને કાળા મકડાને દાણા નાખવા શુભ માનવામાં આવે છે.
શનિવારે શનિ ગ્રહથી સંબંધિત વસ્તુ જેમ કે તલના બીજ, લોખંડ, તેલ, કાળા વસ્ત્રો વગેરે વસ્તુનું દાન કરી શકાય છે. શનિવારે પીપળાના વૃક્ષના થડમાં જળ અર્પણ કરો અને તેમની સાતવાર પરિક્રમા કરો. સાથે જ વૃક્ષ પાસે દીવો પ્રગટાવો. શનિવારનું વ્રત રાખો.
જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખ તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો હમણાં જ શેર કરી દો.
Important Links