જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એવા નાના ચમત્કારી ઉપાયો બતાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી જીવનની ઘણી બધી પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈપણ ઉપાય શુદ્ધતા અને પવિત્રતાથી કરવામાં આવે છે તો તેનું યોગ્ય ફળ મળે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને તેવા કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય પવિત્રતા અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનુ યોગ્ય પરિણામ મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઉઠી બંને હથેળીના દર્શન કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી,
વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે. નિયમિત રૂપે સવારે વહેલા ઊઠીને હથેળીના દર્શન કરવાથી ભાગ્ય ચમકવા લાગે છે. નિયમિત રૂપે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ના આશીર્વાદ તમારા પર બનેલા રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રસોઈ બનાવતી વખતે પહેલી રોટલી ગાય માતા માટે બનાવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. નિયમિત રૂપે ગાય માતા ને રોટલી ખવડાવવામાં આવે તો 33 કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે. એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપે ગાય માતા ને રોટલી ખવડાવવાથી ધન અને અન્નની કોઈ કમી રહેતી નથી.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે રોજ કીડીઓને લોટ નાખવો જોઈએ. કીડીઓને લોટ ખવડાવવાથી વ્યવસાયમાં પ્રગતિ જોવા મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે કીડીઓને ખાંડ ભેળવીને લોટ નાખવાથી પાપ કર્મ નાશ પામે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓને નિયમિત રીતે પૂજા આરાધના કરવી જોઈએ નિયમિત રૂપે ઘરમાં સાંજ સવાર દિવા અગરબત્તી કરવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. નિયમિત રીતે રોજ ઘરમાં કચરા પોતુ કરવા જોઈએ. ઘરને સાફ રાખવાથી તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘરમાં કચરા પોતુ ન કરવો જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ નો વાસ થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં સૂર્યાસ્ત પછી કચરા પોતુ થાય છે તે ઘરમાં માતા લક્ષ્મી નો વાસ થતો નથી. મિત્રો તમારા ઘરની આજુબાજુમાં નદી અથવા તળાવમાં હોય તો નિયમિત રૂપે માછલીને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ખૂબ જ સારો ઉપાય માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઇએ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મળે છે. મિત્રો નિયમિત રૂપે આ ચમત્કારિક ઉપાયો કરવામાં આવે ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે.