દોસ્તો આપણા જીવનમાં આપણે ઘણા પૈસા અને ખ્યાતિ મેળવવા માંગતા હોઈએ છીએ અને આ માટે આપણે દિવસ રાત તનતોડ મહેનત પણ કરતા હોઈએ છીએ. જોકે ઘણી વખત આપણને સફળતા મળી જતી હોય છે તો ઘણી વખત મહેનતનું સારું ફળ મળતું નથી. જેના લીધે આપણે નિરાશ થઈ જઈએ છીએ અને આપણા નસીબને દોષિ ઠેરવવા લાગીએ છીએ.
જો તમારી સ્થિતિ પણ આવી છે અને દર વખતે તમને મહેનતનું સારું ફળ મળતું નથી તો તમારે નસીબને ચમકાવવાની જરૂર છે. આ માટે આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારું નસીબ પણ ચમકી જશે અને તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યમાં સાર્થક પરિણામ મળશે.
જો તમારા પર કોઈ વ્યક્તિનું દેવું છે અને તમે તેને ચૂકવી શકતા નથી તો તમારે સૌથી પહેલા નારિયેળ લેવું જોઈએ અને એક રક્ષાસૂત્ર લેવું જોઈએ. જોકે તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે આ રક્ષા સૂત્ર તમારા ઘરના સૌથી ઉંચા વ્યક્તિની ઊંચાઈ બરાબર હોવું જોઈએ.
હવે તમારે એક પાત્ર લઈને તેમાં કંકુ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ અને તેનાથી શ્રીફળ પણ સાથીયો દોરવો જોઈએ. ત્યારબાદ તમારે નારિયેળ પર રક્ષાસૂત્ર બાંધી લેવું જોઈએ અને આ નારિયેળને શુદ્ધ પાણીમાં વહાવી દેવું જોઈએ. વળી તમારે આ ઉપાય મંગળવાર ના દિવસે કરવાનો રહેશે.
આ સિવાય તમે શિવજી સાથે જોડાયેલ એક અન્ય ઉપાય પણ કરી શકો છો. આ માટે સૌથી પહેલા સોમવારના દિવસે શુદ્ધ કપડાં પહેરીને મંદિરમાં જવું જોઈએ અને શિવજીને પાણી અર્પણ કરવું જોઈએ. આ સાથે તમારે દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. આ દરમિયાન તમારે પોતાની મનોકામના વિશે કેહવુ જોઈએ. ત્યારબાદ તમારે આ દિવસે ઉપવાસ કરવો જોઈએ.
આ સિવાય જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી નથી અને તમે તેને સારી બનાવવા માંગો છો તો તમારે સૌથી પહેલા મંગલાસ્ત્રોતનું પાઠ કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી બુધવારના દિવસે જ પૈસા ઉધાર લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપાયથી તમે બહુ જલદી આ પૈસા ચૂકવી શકશો.