મિત્રો સવારે ઉઠતા પહેલા એવું કયું કાર્ય કરવું જોઈએ જેથી જીવનની દરેક પરેશાનીઓ સમાપ્ત થઈ જાય. અને જીવનમાં સૌથી વધારે સુખ, સંપત્તિ અને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય. મિત્રો સવારે તમે જે વિચાર સાથે ઉઠો છો, તેવી જ રીતે તમારો આખો દિવસ પસાર થાય છે.
મિત્રો આજે અમે આ લેખમાં તમને સવારે ઉઠીને તમારે કયા બે કાર્યો કરવા જોઈએ જેથી તમારો આખો દિવસ સારો પસાર થાય અને તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહે. અમે તમને એના વિશે બતાવીશું. મિત્રો તમારે સવારે ઉઠતાની સાથે એક વસ્તુ ચેક કરવાની છે. તમારે સવારે ઉઠતા તમે કઈ બાજુ ના નાકથી શ્વાસ લો છો તે જોવાનું છે.
જો તમે જમણી બાજુનાં નાક થી શ્વાસ લો છો, તો તમારે જમણો પગ જમીન ઉપર પહેલા મુકવાનો છે. અને જો તમે ડાબી બાજુથી શ્વાસ લો છો તો તમારે ડાબો પગ પહેલો મુકવાનો છે. રાત્રે સુતા પહેલા તમે એક પાત્રમાં પાણી ભરી લો અને આ પાત્ર રસોડામાં મૂકી દો. અને સવારે વહેલા ઘરનું જે કોઈ પણ વ્યક્તિ ઊઠે છે,
તે આ પાત્રમાં રહેલા પાણીનો ઘરમાં છંટકાવ કરી દો. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જશે. મિત્રો ઘરની અંદર નકારાત્મકતા વધારે રસોડાની અંદર જ હોય છે. એટલા માટે પાણીના પાત્રને રસોડામાં જ રાખવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે. અને સકારાત્મક ઊર્જાનો આગમન થશે.
રાતના સમયે નકારાત્મક ઉર્જા વધુ પ્રભાવિત હોય છે. એટલે જ તો સવારે ઉઠતાની સાથે આ પાત્રમાં રહેલા પાણીનો છંટકાવ તમારા ઘરની આગળ અવશ્ય કરવો જોઈએ. જેથી તમારો આખો દિવસ શાંતિપૂર્વક પસાર થાય. અને તમારા કોઈપણ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે. મુખ્ય દ્વારની બહાર પાણીનો છંટકાવ કર્યા પછી જે પાણી વધે તે પાણી તમે કોઈ છોડમાં રેડી દો.
મિત્રો હવે એક બીજો નિયમ પણ બનાવો, તમારા મુખ્ય દ્વારની અંદર ડાબી બાજુ એટલે કે જ્યારે તમે બહાર નીકળો તો તમારો ડાબો હાથ જે બાજુ હોય તે બાજુ એક પાત્રમાં પાણી ભરીને મૂકી દો. આ તમને સુરક્ષા કવચ પ્રદાન કરશે. ઘરનું કોઈ પણ વ્યક્તિ મહત્વનું કાર્ય કરવા માટે બહાર જઈ રહ્યો છે.
તો આ પાણી તેમને સુરક્ષા પ્રદાન કરશે. જેથી કાર્યમાં આવનારી તમામ પ્રકારની અડચણ, વિઘ્નો બધું જ દૂર થઈ જશે. અને કાર્ય સંપૂર્ણપણે સફળતાપૂર્વક પૂર્ણ થશે.
મિત્રો જે કોઈપણ કાર્ય માટે ઘરની બહાર જશો તો બાળકો વડીલો તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. અને,
તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહીં. અને તમારા કોઈપણ કાર્યમાં વિઘ્ન નહીં આવે. અને તમારા ઘરમાં ધન-સંપત્તિ આવવા લાગશે. નોકરી ધંધામાં ખૂબ જ પ્રગતિ થશે. જેથી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે. અને આગળના દિવસે આ પાણીને તુલસીના છોડમાં અર્પિત કરી દો.
ફરીથી બીજા દિવસે પણ એવી જ રીતે એક પાત્રમાં પાણી ભરીને ડાબી બાજુ મૂકી દો. આમ કરવાથી તમારા ઘર પરિવારમાં આવનાર વિઘ્નો દૂર થશે. અને ઘરના બધા જ સભ્યો નું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ દૂર થશે જેથી તમારા ઘરમાં શાંતિ રહશે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને Share ના કરી હોય તો હમણાં જ Share કરી દો.