હિન્દુ શાસ્ત્રો અનુસાર જે ઘરમાં ચોખ્ખાઈ હોય છે ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. આ જ કારણ છે કે દિવાળી તેમજ અન્ય તહેવાર પર આપણે ઘરની સાફ-સફાઈ કરીયે છીયે જેથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, સફાઈ માટે ઉપયોગ કરવામાં આવતી સાવરણી અને, સાવરણો પણ માતા લક્ષ્મીનું જ પ્રતીક હોય છે. માનવામાં આવે છે કે,
જો સારવણીને સરખી ન મૂકી હોય તો તેની ખરાબ અસર આપણા આર્થિક જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીથી જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યાં છે જેનું પાલન કરવાથી જીવનની અનેક પ્રકારની પરેશાનીઓ ખતમ થાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
સૂર્યાસ્ત પછી સારવણીથી ન વાળવું જોઈએ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, સાંજે સાવરણીથી વાળવું અશુભ ગણવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારેય પણ સૂરજ આથમ્યા પછી સાવરણીથી વાળવું જ ન જોઈએ. માનવામાં આવે છે કે સૂરજ આથમ્યા પછી સારવણીથી કચરો બહાર કાઢવાથી માતા લક્ષ્મી રૂઠી જાય છે અને ઘરમાં દરિદ્રતા અને ગરીબી આવે છે.
શનિવારે સારવણી ખરદવી છે શુભ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો નવી સાવરણી ખરીદવી હોય તો શનિવારે ખરીદવી જોઈએ. શનિવારના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આથી માતા લક્ષ્મી સાથે સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે.
રસોડામાં ન રાખો સાવરણી
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ક્યારેય પણ રસોડામાં અથવા ચોખ્ખાઈ વાળી જગ્યાઓ પર સારવણી ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા અને બીમારીઓનો વાસ થાય છે. રસોડામાં સાવરણી રાખવાથી ઘરના સભ્યોના આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે અને એટલા માટે હંમેશા સાવરણી રસોઈ ઘરથી દૂર જ રાખવી જોઈએ.
સારવણીને હંમેશા છુપાવી ને રાખો
શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણ ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. સાવરણી ખુલ્લી જગ્યા અથવા એવી જગ્યા પર ન રાખવી જોઈએ જ્યાં બધાંની નજર પડે. માનવામાં આવે છે કે ખુલ્લામાં સાવરણી રાખવાથી ધન હાનિ થાય છે.
સાવરણીને ઉભી કરીને રાખવી છે અશુભ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, સાવરણીને ક્યારેય પણ ઉભી કરીને ન રાખવી જોઈએ. આ અપશુકન ગણવામાં આવે છે અને આથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. વાસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે સાવરણીને હંમેશા જમીન પર સુવડાવીને રાખવી જોઈએ.
સાવરણી હંમેશા દક્ષિણ દિશામાં રાખવી જોઈએ
વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર, સાવરણી હંમેશા દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. માનવામાં આવે છે કે આ દિશામાં સારવણી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી ફેલાતી.
ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણી ન રાખવી જોઈએ
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે સાવરણીને ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. કહેવામાં આવે છે કે આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં દેવી-દેવતાઓનું આગમન નથી થતું.
ભૂલથી પણ સાવરણી પર પગ ન રાખો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય ભૂલથી પણ સાવરણીને પગ ન લગાવવો જોઈએ. આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને અનેક આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાવરણીનું અપમાન માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જો ક્યારેય ભૂલથી સાવરણી પર પગ લગાવ્યો તો પ્રણામ કરો.
કોઈના ગયા પછી તરંતુ સાવરણથી ન વાળવું
વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ સભ્ય કોઈ કામ માટે ઘરથી બહાર ગયું હોય તો તેના ગયા પછી તુરંત સાવરણથી વાળવું ન જોઈએ. માનવામાં આવે છે કે કોઈ તમારા ઘરેથી જાય પછી જલ્દી સાવરણીથી વાળવાથી અપશુકન થાય છે.
તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવો છે અશુભ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારેય પણ તૂટેલી સાવસણી ઉપયોગ ન કરવો જોઈએ. જો સાવરણી તૂટી જાય અથવા ખરાબ થઈ જાય તો તેને તુરંત બદલી લેવી જોઈએ. ખરાબ અથવા તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી પરિવારમાં નુકસાન અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવી પડી શકે છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે આ પોસ્ટ ને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.