20230804 164826

ખુદ ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે સારો સમય આવતા પહેલા આવા 10 સંકેતો.

ધર્મ

મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે અને આ ઉતાર ચઢાવ તી વ્યક્તિ પોતાના જીવનમાં એક અલગ જ પરિવર્તન લાવે છે મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ ઓ નો સમય અલગ અલગ હોય છે મિત્રો વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની દશા અને દિશા બંને પોતાની સાથે જ બદલી શકે છે મિત્રો વ્યક્તિના જીવનમાં સમય તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

મિત્રો દરેક વ્યક્તિના જીવન એક સરખું નથી હોતું મિત્રો દરેકના જીવનમાં કોઈક વખત સુખ અને કોઈક વખત દુઃખ આવતું હોય છે ભગવાન શ્રીકૃષ્ણ જણાવ્યા અનુસાર જ્યારે પણ તમે કોઈ કાર્ય કરવા જાઓ છો ત્યારે તમને એનો સંકેત મળતો હોય છે પરંતુ એવું થાય છે કે આ સંકેતોને આપણે સમજી શકતા નથી.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય જ્યારે સારું કામ કરે છે તો તેનું પરિણામ પણ સારું જ મળે છે ઘણીવાર તો મનુષ્ય ને તેના સારા કર્મ નું ફળ તરત જ મળી જતું હોય છે અને ઘણી વખત તે ફળ મોડું મળતું હોય છે પરંતુ મનુષ્ય દ્વારા કરવામાં આવેલ સારા કર્મોનું ફળ તેને મળે જ છે એટલા માટે જ જ્યારે પણ વ્યક્તિના જીવનમાં સારો સમય આવવાનો હોય છે ત્યારે તેને અમુક પ્રકારના સંકેતો મળતા હોય છે.

ઈશ્વર દ્વારા આપણને એવા સંકેતો મળતા હોય છે જેના દ્વારા આપણે સમજવું જોઈએ કે હવે આપણે ખરાબ સમય સમાપ્ત થશે. મિત્રો ભગવાન ઉપર ચઢાવેલા ફુલ જો અચાનક જ પડી જાય તો આ ઘટનાને એક સારા સંકેત તરીકે માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા કરતી સમયે ભગવાન ઉપર ચઢાવેલા ફુલ અચાનક જ પડી જાય છે તો તેની સારો સંકેત માનવામાં આવે છે. એનો મતલબ કે ભગવાન તમારા ઉપર ખુબ જ પ્રસન્ન છે.

મિત્રો ઘરમાં પક્ષીઓ દ્વારા બચ્ચાને જન્મ આપવો. આ ને સારો સમય આવવાનો સંકેત માનવામાં આવે છે જન્મ આપવો એક અલૌકિક ક્રિયા માનવામાં આવે છે અને ભગવાન પણ તેમાં ખૂબ જ રાજી હોય છે અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પક્ષી બચ્ચાને જન્મ આપે તો તેના માળાને તોડવો ન જોઈએ. કારણ કે આને એક સારા દિવસો આવવાનો સંકેત માનવામાં આવે છે.

મિત્રો સવારના સમયમાં જો તમારી આંખો સતત ફરકતી હોય તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તમારા દ્વારા કરવામાં આવેલ સારા કર્મોનું તમને જલ્દી ફળ તમને મળવાનું છે. આવો સંકેત તમને મળે છે. અથવા તો તમારા કરેલા કાર્યોમાં તમને સફળતા મળવાની છે. મિત્રો બ્રહ્મમુહૂર્તમાં ઊંઘમાંથી ઊઠી જવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

ઘણીવાર એવું જોવામાં આવે છે કે આપણે ભરનિંદરમાં હોઈએ અને સવારે વહેલા અચાનક જાગી જઈએ છે1. પરંતુ આપણું ધ્યાન તે તરફ જતું નથી અને ફરીથી આપણે સુઈ જઈએ છીએ આ રીતે બ્રહ્મમૂહુર્તમાં અચાનક ઊંઘ ઊડી જવી એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે બ્રહ્મમૂહુર્તમાં ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા પર હોય છે.

ઘણી વખત એવું થાય છે કે આપણે સવારે ઊઠીને એકદમ ખુશાલ હોઈએ છીએ એટલે કે આપણુ મન ખૂબ જ પ્રસન્ન હોય છે. તો આવનાર સમય આપણો ખૂબ જ સારો રહેવાનો છે એવા સંકેત દર્શાવે છે. મિત્રો જ્યારે પણ તમે તમારા કોઈ સારા કામ માટે ઘરેથી બહાર નીકળો છો અને તમને હસતું બાળક સામે મળે છે એ પણ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

મિત્રો રસ્તામાં તમે જાઓ છો અને કોઈપણ સફેદ ગાય ના બચ્ચા ને દૂધ પીતા જુઓ છો તે પણ એક તમારા જીવનમાં આવનાર સમય ખૂબ જ સારો રહેવાનો છે તેવા સંકેત આપે છે ભગવાન શ્રીકૃષ્ણ જણાવ્યાનુસાર આપણને આવા સંકેત મળતા જ હોય છે પરંતુ આપણું ધ્યાન તે તરફ હોતું નથી. તો મિત્રો આવા પ્રકારના સંકેતો જો તમને પણ મળે તો સમજી લેવું કે આવનાર સમયે તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે.

આવી જ અવનવી માહિતી જાણવા માટે નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખ શેર નથી કર્યો તો હમણાં જ શેર કરી દો.