20230726 144644

શા માટે સારા માણસોને જ દુઃખનો સામનો કરવો પડે છે? ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો છે આ પ્રશ્નનો સચોટ જવાબ, જાણો તમે પણ….

ધર્મ

આજના સમયમાં દરેક વ્યક્તિ અઢળક પૈસા કમાવવા માંગે છે, જોકે દરેક વ્યક્તિ પૈસા કમાઈ શકે તે જરૂરી નથી. જેના લીધે અમુક લોકો ખોટા કાર્યો કરીને પૈસા કમાય છે. આમ છતાં તેઓને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને તેઓ આરામથી જીવન પસાર કરે છે.

ત્યારે ચોક્કસ મનમાં એ પ્રશ્ન આવે છે કે સારા કાર્યો કરનાર લોકોને શા માટે લાભ થતા નથી અને હંમેશા મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જ્યારે તેનાથી વિપરીત ખરાબ કામ કરનાર લોકો હંમેશા ખુશીઓ પ્રાપ્ત કરે છે. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે છે તો તમને જણાવી દઈએ કે આનો સચોટ જવાબ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે અને આ જવાબ સ્વયં ભગવાન કૃષ્ણએ આપ્યો છે.

એક સમયે અર્જુને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને મનની દિર્ધા દૂર કરવા માટે પ્રશ્ન પૂછ્યો હતો. અર્જુને પૂછ્યું કે હે વાસુદેવ આ દુનિયામાં જે વ્યક્તિ સારા કાર્યો કરે છે, હંમેશા ધર્મના માર્ગે ચાલે છે, તેને કેમ હંમેશા દુઃખનો સામનો કરવો પડે છે? તેને કેમ સારું ફળ મળતું નથી? આના જવાબ પર શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણએ આના પર શાંતિ થી જવાબ આપતા કહ્યું કે એક શહેરમાં બે વ્યક્તિઓ રહેતા હતા. જેમાંથી એક વેપારી હતો અને બીજો સામાન્ય વ્યક્તિ હતો. જેમાં વેપારી હંમેશા ધર્મના કામ કરતો, ક્યારેય કોઈનું ખોટું ઈચ્છતો નહોતો, હંમેશા ભક્તિના માર્ગે ચાલતો હતો.

તેણે ક્યારેય કોઈની સામે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો નહોતો. તેનાથી વિપરીત બીજો માણસ હંમેશા ખરાબ કામ કરતો હતો. તે ક્યારેય ચપ્પલ તો ક્યારેક પૈસા ચોરાઈ લેતો હતો. તેણે ક્યારેય કોઈ ધર્મના કામ કે ભક્તિ કરી નહોતી. તે હંમેશા નશો કરીને રહેતો હતો.

આજ ક્રમમાં એક દિવસ શહેરમાં જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. જેના લીધે જે ચોર વ્યક્તિ હતો તેણે મંદિરમાં ચોરી કરીને નાસી ગયો હતો, જોકે બાદમાં જ્યારે ત્યાં વેપારી દર્શન કરવા આવ્યો ત્યારે તેના પર બધો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જેના પછી ત્યાં હાજર લોકોએ તેમને ખરી ખોટી સંભળાવી હતી, જેના લીધે તેઓ નાખુશ થઇ ગયો અને લોકોએ તેનું અપમાન કરીને વિવિધ આરોપ પણ લગાવ્યો હતો. જેના પછી તે નાખુશ થઈને જેમ તેમ કરીને બહાર નીકળ્યો અને એવામાં ગાડીએ ટક્કર મારી દીધી અને તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો.

જોકે પેલો ચોર વ્યક્તીને તો રસ્તા માંથી બીજા પૈસા પણ મળ્યા. જેના લીધે તે માલામાલ થઈ ગયો અને ખુશીથી દિવસો પસાર કરવા લાગ્યો હતો. હવે જ્યારે વેપારી ઘરે ગયો ત્યારે તેનો ભગવાન પ્રત્યે આસ્થા ઓછી થઈ ગઈ અને બધી તસવીરો કાઢી નાખી હતી.

જ્યારે બંને યમરાજ પાસે ગયા ત્યારે વેપારી તેમની સામે ફરિયાદ કરવા લાગ્યો કે હું હંમેશા સારા કામ કર્યા તો પણ મને દુઃખ અને અપમાન જ મળ્યું. જ્યારે ખરાબ કામ કરનારને સુખ મળ્યું. જેના પછી તેનો જવાબ આપતા યમરાજે કહ્યું કે જ્યારે તારું એક્સિડન્ટ થયું ત્યારે તારા નસીબમાં મૃત્યુ લખ્યું હતું. જોકે જ્યારે આ વ્યક્તિએ પૈસા ચોરી લીધા ત્યારે તેના નસીબમાં અબજોપતિ બનવાનું લખ્યું હતું.

આ આખી વાર્તા સાંભળ્યા પછી શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યો કે ભગવાન આપણી સાથે કોઈકના કોઈક સ્વરૂપે હાજરાહજૂર હોય છે, તેમને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. વ્યક્તિને તેના કર્મોનું ફળ અવશ્ય મળે છે. જો તે વ્યક્તિ સારા કામ કરે છે તો તેને અવશ્ય લાભ થાય છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી લો.