સંકટમોચનની ઉપાસના માટે મંગળવારનો દિવસ સહુથી ઉત્તમ ગણવામાં આવે છે અને આ દિવસે હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. ભક્તો બજરંગબલીને પ્રકટ કરવા માટે કોઈ મંત્ર જાપ કરે છે તો કોઈ હનુમાન ચાલીસા અથવા હનુમાનાષ્ટકનો પાઠ કરતા જોવા મળે છે.
પરંતુ મંગળવારે કેટલાક એવા કાર્ય છે જે ન કરવા જોઈએ. આ કામ કરવાથી કષ્ટભંજન દેવ નારાજ થઈ જાય છે. આવો જાણીએ મંગળવારે શું કરવું અશુભ માનવામાં આવે છે.
શ્રૃંગારની વસ્તુ ન ખરીદો
મંગળવારે શ્રૃંગાર ખરીદવાથી માનવામાં આવે છે દાંપત્ય જીવનમાં બાધા ઉત્પન્ન આવે છે. કોસ્મેટિક્સ પ્રોડક્ટ ખરીદવા માટે સોમવાર અને શુક્રવારનો દિવસ સૌથી સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ દિવસ ખરીદેલા મેકઅપના સામાનથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
દૂધથી બનેલી વસ્તુ ન ખરીદો
મંગળવારના રોજ દૂધથી બનેલા મિષ્ટાન જેમ કે બરફી, રબડી અને રસગુલ્લા ન ખરીદવા જોઈએ. દૂધને ચંદ્રમાના કારક માનવામાં આવે છે. ચંદ્રમા અને મંગળ એક બીજાના પાક્કા વિરોધી છે,
એટલા માટે મંગળવારના દિવસે ન જ તો દૂધથી બનેલી વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ અને ન જ તેને દાન કરવી જોઈએ. મંગળવારે બેસનના બૂંદીથી બનેલા લાડવા ખરીદવા અથવા ઘરે બનાવીને હનુમાન દાદાને ભોગ લગાવવાથી સંકટમોચન પ્રસન્ન થાય છે.
માંસ મદિરાથી પણ રહો દૂર
આ દિવસ ભૂલથી પણ માંસ ન ખરીદવું જોઈએ અને ન જ તેનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં તકલીફો આવે છે અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
માછલી ન ખાઓ, થાય છે આર્થિક નુકસાન
આ દિવસ માછલી ખરીદવી અને ખાનારા વ્યક્તિના પૈસા પાણીની જેમ વહી જાય છે અને ભારે આર્થિક નુકસાન થાય છે. મંગળવારે નખ ન કાપવા જોઈએ અને આ દિવસ ન વાળ કાપવા અને દાઢી પણ ન બનાવવી જોઈએ.
કાળા રંગના વસ્ત્રો ન ખરીદો
મંગવારના દિવસે ભૂલથી પણ કાળા રંગના વસ્ત્રો ન તો પહેરો અને ન તો ખરીદો. આ દિવસ લાલ રંગના વસ્ત્ર પહેરવાથી મંગળ દોષનો પ્રભાવ ઘટવા લાગે છે. આ દિવસ હવન ન કરવું જોઈએ અને ન જ તો તેમની કોઈ સામગ્રી ખરીદવી જોઈએ.
ઘરમાં ન લાઓ લોખંડની વસ્તુ
આ દિવસ લોખંડનો સામનો ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસ કોઈપણ પ્રકારની લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ. સ્ટીલના વાસણ અને ધારદાર વસ્તુ જેમ કે નેલ કટર, ચાકૂ અને કાતર આ દિવસ ન ખરીદવી. આ દિવસ નવું વાહન વગેરે ખરીદવું પણ અશુભ ગણાય છે. ઉત્તર-પૂર્વ દિશામાં લોખંડની વસ્તુ ન રાખો.
જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.