હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમો નું પાલન કરવામાં આવે છે. જ્યારે આપણે કોઈ નવું મકાન બનાવીએ છીએ ત્યારે પણ વાસ્તુશાસ્ત્રના આધારે મકાન બનાવીએ છીએ.
મિત્રો દરેક ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અમુક વસ્તુઓ રાખવાથી તેનું શુભ પરિણામ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં આપણા ઘરની વસ્તુઓ વિશે ઘણા બધા નિયમો બનાવવામાં આવે છે. આ નિયમોનું પાલન કરવાથી આપણા જીવનમાં આવનાર અનેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને રસોડા સાથે જોડાયેલા કેટલાક નિયમ બતાવવા જઈ રહ્યા છીએ. દરેક ઘરના રસોડામાં પરિવારના દરેક સભ્યો ની રસોઈ બનાવવામાં આવે છે. ઘરના દરેક પરિવારના સભ્યોનો સંબંધ રસોડા સાથે જોડાયેલો હોય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રસોડાની સીધી અસર તમારા ઘરની આર્થિક સ્થિતિ ઉપર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રસોઈઘરમાં એવી કેટલીક વસ્તુઓ ભુલથી પણ ન રાખવી જોઈએ. જો આવી વસ્તુઓ રસોડામાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં આ ત્રણ વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. રસોડામાં આ પ્રકારની વસ્તુઓ રાખવાથી તમારું ભાગ્ય ખરાબ થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો આ પ્રકારની વસ્તુઓ તમારા રસોડામાં હશે તો ઘર-પરિવારમાં અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવી શકે છે.
આ પ્રકારની વસ્તુઓ રસોડામાં રાખવાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ ફેલાઇ છે અને તેના પ્રભાવથી ઘર-પરિવારમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. રસોડું આપણા ઘરનો અભિન્ન અંગ માનવામાં આવે છે. આપણા ઘર ના રસોડા નો સંબંધ પરિવારના દરેક સભ્યો સાથે હોય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘરના રસોડામાં ભૂલથી પણ પૂજાઘર ન રાખવો જોઈએ. હિંદુ ધર્મના દરેક ઘરમાં પૂજાઘર અવશ્ય હોય છે. દરેક ઘરમાં નિયમિત રૂપે સાંજ સવારે પૂજા ઘરમાં દિવા, અગરબત્તી તથા હોય છે.
મિત્રો આપણે મોટાભાગના ઘરોમાં જોયું હશે કે, જગ્યાના અભાવને કારણે ઘણી વખત રસોડામાં ઘર મંદિર બનાવવામાં આવે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ભૂલથી પણ ઘર મંદિર રસોડામાં ન બનાવવું જોઈએ.
ઘરના રસોડામાં ઘર મંદિર રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. જેથી કરીને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તમારા ઘરના રસોડામાં ભૂલથી પણ ઘર મંદિર ન બનાવવું જોઈએ.
મિત્રો ઘણા બધા લોકો કચરાની ડોલ રસોડામાં રાખે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ કચરાની ડોલ રસોડામાં ન રાખવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રસોડામાં માતા અન્નપૂર્ણા નો વાસ હોય છે અને રસોડામાં આપણી ખાવા-પીવાની વસ્તુઓ રાખીએ છીએ.
જેથી કરીને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ કચરાની ડોલ રસોડામાં ન રાખવી જોઈએ. રસોડામાં કચરાની ડોલ રાખવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નો ફેલાવો થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રસોડામાં કચરાની ડોલ રાખવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચપ્પલ ભૂલથી પણ રસોડામાં ન રાખવા જોઈએ. મિત્રો ઘણા લોકોની એવી ટેવ હોય છે કે રસોડામાં ચપ્પલ પહેરીને ફરે છે. પરંતુ, વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ રસોડામાં ચપ્પલ નો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ નારાજ થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ ભુલથી પણ તમારે રસોડામાં ન રાખવી જોઈએ. આ પ્રકારની વસ્તુઓ રસોડામાં રાખવાથી આપણા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવે છે. આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્ર ના આ નિયમોનો અવશ્ય પાલન કરવું જોઈએ.