મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવીશું કે એવી તે કઈ વાસ્તુ છે જે તમારે તમારા ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. મિત્રો આ વાસ્તુ ભુલ થી પણ તમે જો રસોડામાં રાખશો તો માતા અન્નપૂર્ણા નારાજ થઈ જશે.
વાસ્તુશાસ્ત્રમા એવા ઘણા નિયમો બનાવ્યા છે. કે જે વ્યક્તિ પાલન કરે તો જીવનમા આવનાર મુશ્કેલી સામે રક્ષણ મળે છે. આપણે જોતા હોઈએ છીએ કે વ્યક્તિ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય છે. એની પાછળનો મુખ્ય દોષ વાસ્તુશાસ્ત્ર નો હોય છે.
જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો પરિવારમાં બધા સભ્યોની મુશ્કેલીઓ વધી જાય છે. એટલુ જ નહી પરંતુ ઘણી જ મુશ્કેલી આવી શેક છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડા ને ઘરના બીજા સ્થાન કરતાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. રસોડાથી ઘરના સભ્યોની તંદુરસ્તી જળવાઈ રહે છે. માટે જ રસોડા ને વાસ્તુશાસ્ત્ર મા ખૂબજ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડા માટે પણ વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે.
રસોડા નો ક્યારેય સ્ટોર રૂમ તરીકે ઉપયોગ ન કરવો જોઇએ. જો રસોડાને સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરશો તો માતા અન્નપૂર્ણા નારાજ થઈ જતા હોય છે. રસોડાના કબાટ મા ક્યારેય પણ નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ .
મિત્રો રસોડામાં ખાલી ડબા કે તૂટેલા ડબ્બાઓ પણ ન રાખવા જોઈએ. આ બધી જ વસ્તુ નો તત્કાલ નિકાલ કરી દેવો જોઈએ. જુના અને તૂટેલાં વાસણો પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરતા હોય છે. એટલે કે જ્યારે પણ તમારા રસોડા મા જુના કે તૂટેલા વાસણો હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડા ના ફ્રીઝમાં ક્યારેય વાસી ખોરાક ન રાખવો જોઈએ. તેના કારણે રાહુ, કેતુ અને શનિની મહાદશા નો સામનો કરવો પડે છે. એટલુ જ નહી સ્વાસ્થ્ય માટે પણ વાસી ખોરાક એટલું જ નુકસાન કરે છે.
મિત્રો વાસી અને બાંધેલો લોટ ક્યારેય રસોડાના ફ્રિઝમાં ન રાખવો જોઇએ. કેમ કે બાંધેલા લોટ ને પિંડ તરીકે માનવામાં આવે છે. એટલે જો તમને આ આદત હોય તો આજથી જ એ બંધ કરી દેજો.
મિત્રો ખાસ કરીને રસોડામાં દવા ન રખાવી જોઈએ. આ કારણે મોટા માં મોટો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. એની અસર આપણા ઘરમા નકારાત્મક પડે છે. માટે જ જો તમે ઘરના રસોડામાં દવા રાખો છો તો આજથી જ બંધ કરી દેજો.
જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો…