મેષ રાશિ :- આજનો દિવસ ઉન્નતિ થી ભરેલો રહેશે. તમારી સાથે વાદ વિવાદ થઈ શકે છે. તમારા દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યની પ્રશંસા થશે. આજીવિકાની બાબતમાં કરવામાં આવેલ પ્રયાસ સફળ થશે. બિઝનેસ કરી રહેલા લોકોને સાવધાન રહેવું જોઈએ નહિ તો શત્રુઓ કામ બગાડી શકે છે. સાંજે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકાય છે.
વૃષભ રાશિ :- વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ રીતે ફળદાયક રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને વૈચારિક મતભેદ થઈ શકે છે. જો તમે વેપારમાં કોઈ જોખમ ઉઠાવવા માંગો છો તો તમારે સમજી વિચારીને કામ કરવું જોઈએ. વિદ્યાર્થીઓને પણ શિક્ષાના માર્ગમાં બાધાઓ આવી શકે છે. દામ્પત્ય જીવન ખુશીઓથી ભરેલું રહેશે.
મિથુન રાશિ :- મિથુન રાશિના લોકોને પરાક્રમમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારા વેપારમાં લાભ થવાના યોગ બની રહ્યા છે. તમારા ધન વૈભવમાં વધારો થવાને લીધે લોકો ઈર્ષ્યા કરી શકે છે. જોકે તેઓ તમારું કઈ બગાડી શકશે નહીં. જો તમારી કોઈ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ ગઈ છે તો તે પરત મળી શકે છે. આજે તમારે વધારાના ખર્ચ કરવાથી બચવું જોઈએ, તેથી તમારે હંમેશા પોતાની આવશ્યકતા અનુસાર વસ્તુઓ ખરીદવી જોઈએ.
કર્ક રાશિ :- આજે તમારી વ્યવસાયની યોજનાઓને બળ મળી શકે છે. વેપારની દિશામાં કરવામાં આવેલી યાત્રા શુભ સાબિત થઈ શકે છે. નાના વેપારીઓને આજે ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. પ્રેમ જીવનમાં નવી તાજગીનો અનુભવ થશે. બાળકને યોગ્ય કામ કરતા જોઈને તમને ખુશી થશે. તમે સાંજે મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકો છો.
સિંહ રાશિ :- આ રાશિના લોકોનો સમય મધ્યમ રીતે ફળદાયક રહેશે. તમે મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકો છો. તમારે હમેશાં સાવચેતી રાખીને વાહન ચલાવવુ જોઈએ. જો તમારો અકસ્માત થશે તો ધન ખર્ચ થઈ શકે છે. તમારા કોઈ સહયોગીને લીધે આત્મ સન્માન નો સામનો કરવો પડશે. જો તમે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો તમારે તે બિલકુલ કરવું જોઈએ નહીં.
કન્યા રાશિ :- આજે તમારા માટે મુશ્કેલી જનક દિવસ રહેશે. તમારે કાર્યક્ષેત્રમાં વધારે દોડવું પડી શકે છે. તમારે પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જોઈએ. તમે વ્યવસાયમાં કંઇક નવું કરવાનો આયોજન બનાવી શકો છો. જેના તમને મિત્રોનો સહયોગ મળશે. તમારા કામમાં સહકર્મીઓ સાથ આપશે. જો તમે કોઈ દેવું કર્યું છે તો તે ચુકવાઈ શકે છે. તમે સાંજનો સમય માતાપિતા સાથે વિતાવશો.
તુલા રાશિ :- આજનો દિવસ તમારા માટે નિશ્ચિત રૂપે ફળદાયક રહેશે. તમે વિચારેલા કામમાં લાભ થઈ શકે છે. બાળકોને યોગ્ય રીતે કામ કરતા જોઈને તમને પ્રસન્નતા થશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સુધારો જોવા મળશે. તમારા કામ પૂરા થઈ જવાને લીધે તમે પરિવાર સાથે સમય પસાર કરી શકશો. તમે કોઈ કાગળ પર સહી કરો છો તો પહેલા પૂરી માહિતી વાંચી લેવી જોઈએ.
વૃશ્ચિક રાશિ :- આજનો દિવસ તમારા માટે ઉત્તમ સફળતા લઈને આવશે. રોજગારીની બાબતમાં કરવામાં આવેલ પ્રયત્નો સાર્થક થશે. જો તમે કોઈ ધનલાભ માટે વિચાર કરી રહ્યા છો તો તે આસાનીથી મળી જશે. લગ્ન કરવા માટે આ સમય ઘણો સારો રહેશે. તમારી માતાને કોઈ રોગ છે તો તેના વૃદ્ધિ થઈ શકે છે, તેથી તમારે સાવધાની રાખવી જોઈએ.
ધનુ રાશિ :- આ રાશિના લોકો માટે આ સમય નિશ્ચિતરૂપે ફળદાયક રહેશે. નોકરી કરી રહેલા લોકોને લાભ થઈ શકે છે. તમારા દુશ્મન લોકો તમને પરેશાન કરવાની પૂર્ણ કોશિષ કરશે. જોકે તેઓ તમારું કોઈ બગાડી શકશે નહીં. સાંજે તમે કોઈ આર્થિક રીતે લાભ મેળવવા જઈ રહ્યા છો તો તમને લાભ થઈ શકે છે. જો તમે કોઈ કામ કરવાનું ધારી લીધું છે તો તે કામ પૂર્ણ થઈ શકશે.
મકર રાશિ :- આ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. તમને સાંજે એવા કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેનાથી તમને લાભ થઈ શકે છે. જો તમને કોઈ માનસિક તણાવ હેરાન કરી રહ્યો હતો તો તેમાં તમને રાહત થઈ શકે છે. સાંજે તમને કોઈ ધાર્મિક બાબતોમાં રુચિ વધી શકે છે. પરિવારના લોકો સાથે યાત્રા સુખદ બની રહેશે.
કુંભ રાશિ :- આજનો દિવસ તમારા માટે ઉત્તમ સંપતિ લઈને આવી રહ્યો છે. આજે તમને સફળતા માટે યોગ બની રહ્યા છે. જો તમે કોઈ કોર્ટ કચેરી સંબધિત વહીવટી કામ કરી રહ્યા છો તો તમને લાભ થઈ શકે છે. શાસન કરવામાં તમે સફળ થઈ શકો છો. જીવનસાથી સાથે બહાર જવાનું થઈ શકે છે. સામાજિક કામમાં રુચિ વધી શકે છે.
મીન રાશિ :- આજનો દિવસ તમારા માટે પરેશાની ભર્યો રહી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ કામ તમે પુરા કરી શકશો નહિ. આજે તમારા પરિવારના લોકો કોઈ સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કરી શકો છો. તમારા માટે સફળતાના યોગ બની રહ્યા છે. તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવી શકે છે. કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમને ખુશી થશે. સાસરા પક્ષ તરફથી લાભ થશે.