આ દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ આખો દિવસ ખુશ રહે છે. જોકે તેનાથી વિપરીત એવા પણ ઘણા લોકો છે, જેઓ ખુશ રહેવાના કારણ શોધતા રહે છે પણ તેમને ખુશી મળતી નથી.
જો તમે પણ આખો દિવસ ખુશ રહી શકતા નથી તો તમને જણાવી દઈએ કે ખુશ રહેવાથી દિવસ દરમિયાન બધા જ કામ સારી રીતે પૂર્ણ થઈ જાય છે અને કોઈપણ મુશ્કેલીઓ આવતી નથી. આજ વાત ભગવાન શ્રી કૃષ્ણએ પણ સમજાવી છે અને ખુશ રહેવા માટે કંઈ બાબતો ટાળવી જોઈએ, તેના વિશે વાત કરી છે.
હકીકતમાં ભગવાન શ્રી હરિએ ખુશ રહેવાના ઉપાય ભગવદ્ ગીતામાં વર્ણવ્યા છે. જેના વિશે આજે અમે તમને ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
ભૂતકાળની વાતોથી દૂર રહો :- સામાન્ય રીતે તમે જોયું હશે કે ઘણા લોકો તેમના ભૂતકાળને વાગોળતા રહે છે. જેનાથી તેમને ફક્ત દુઃખ જ મળે છે અને બધી જ ખુશીઓ નષ્ટ થઈ જાય છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્યારેય તેના ભૂતકાળને યાદ કરવું જોઈએ નહીં. કારણ કે આવું કરીને તમે સમયનો વ્યય કરી રહ્યા છો.
કોઈ નિર્ણય લીધા પછી ચિંતા કરશો નહીં :- તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો પહેલા તો નિણર્ય લઈ લે છે અને પછી આખો સમય વિચારતા રહે છે કે તેમના નિર્ણયનું શું પરિણામ આવશે. આવી સ્થિતિમાં તમારે સમજી વિચારીને નિણર્ય લેવો જોઈએ અને એક વખત નિર્ણય લઈ લીધા પછી તેને ફરી ક્યારેય યાદ કરવું જોઈએ નહીં.
આલોચના :- જીવનમાં ક્યારેય બડાઈ, ઈર્ષ્યા અથવા આલોચના કરવી જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી ખુશીનો નષ્ટ થઈ જાય છે અને આખું જીવન અંધકારમય બની જાય છે. જો તમે કોઈ વ્યક્તિ સામે પ્રશંસા કરો છો તો સામેની વ્યક્તિની અને તમારી ખુશીઓ વધે છે. આવી સ્થિતિમાં કોઈની પાછળ ક્યારેય આલોચના કરવી જોઈએ નહીં.
સરખામણી :- જો તમે પણ અન્ય લોકોની સાથે પોતાની સરખામણી કરો છો તો તમે ખોટા હોઈ શકો છો. આવી સ્થિતિમાં તમારે સરખામણી કરવાનું ટાળવું જોઈએ. તેનાથી ખુશીઓ દૂર થઈ જાય છે. વ્યક્તિને હંમેશા પોતાની મસ્તીમાં રહેવું જોઈએ અને સત્કાર્યો કરવા જોઈએ. તેનાથી ખુશીઓમાં વધારો થશે.
ફરિયાદ કરવી :- આજે એવા ઘણા લોકો છે, જેઓ નાની નાની બાબતમાં ફરિયાદ કરવાનું પસંદ કરે છે. તેઓ હંમેશા ફરિયાદ સિવાય જીવનમાં કશું કરતા નથી. તેઓ ક્યારેય શેઠની તો ક્યારેય ઉપરી અધિકારીઓની ફરિયાદ કરતા રહે છે, જેનાથી તેમને યોગ્ય પરિણામ મળતું નથી અને ખુશી પણ મળતી નથી. આવામાં તમારે ફરિયાદ કરવાનું ટાળવું જોઈએ.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.