20230804 125630

એક રહસ્યમય શિવલિંગ કે જે બદલે છે દિવસમાં ત્રણ વખત રંગ. જાણો આ ચમત્કારિક શિવલિંગનું રહસ્ય.

ધર્મ

મિત્રો આજ ના આ લેખમા અમે તમને એક ચમત્કારિક શિવલિંગ વિશે વાત કરવાના છીએ. જે દિવસમાં ત્રણ વાર પોતાના રંગ બદલે છે. ઘણા સંશોધન છતા પણ એનો છેડો ક્યાં મળ્યો નથી. તો આજના આ લેખમા અમે તમને આ ચમત્કારિક શિવલિંગ વિશે માહિતી આપીશું.

મિત્રો કહેવાય છે કે આ શિવલિંગ દિવસમાં ત્રણ વાર પોતાના રંગ બદલે છે. સવારે લાલ કલરનું હોય છે બપોરે કેસરી કલર થાય છે અને સાંજે કાળો કલર થઈ જાય છે.

આમ તો તમે જુવો તો ભારતમાં ઘણી બધી જગ્યાએ ચમત્કારિક વસ્તુઓ જોવા મળશે. ખાસ કરીને વાત કરીએ તો ભગવાન મહાદેવની. ભગવાનના આવા ચમત્કાર જોઈને એવું થાય છે ક્યાકને ક્યાક ભગવાન અસ્તિત્વ ધરાવે છે.

આ શિવલિંગ રાજસ્થાનના ધોલપુર જિલ્લા મા આવેલુ છે ત્યા આવેલુ એક ભગવાન શિવ નું મંદિર જંગલો અને પહાડોની વચ્ચે આવેલુ છે. જેનું નામ છે અચલેશ્વર મહાદેવ મંદિર.

આ મંદિરની ખાસિયત છે કે આ મંદિરમાં આવેલ શિવલિંગ દિવસમાં ત્રણ વાર પોતાના રંગ બદલે છે. સવારે જુવો તો તે લાલ રંગના જોવા મળે છે બપોરે જુવો તો તે કેસરી રંગનું જોવા મળે છે અને સાંજે તેનો રંગ કાળો થઈ જાય છે.

ત્યાંના સ્થાનિક લોકો કહે છે કે આ મંદિર હજારો વર્ષ જુનુ છે અને તે આ પહાડના પથર માથી જ બનાવેલું છે. પરંતુ તેની શોધખોળ કરવામાં આવે તો તેના કલર બદલવા નું રહસ્ય રહસ્ય જ રહી ગયું. તેનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો.

આ શિવલિંગ ની એક બીજી ખાસિયત એ છે કે શિવલિંગ નો છેડો ક્યાંય નથી મળતો. ઘણા વર્ષો પહેલા ત્યાં ખોદકામ શરૂ કર્યું હતું પરંતુ તેનો છેડો ન મળતા તે બંધ કરવું પડ્યું હતું. અંતે લોકો ભગવાનનો ચમત્કાર સમજી કામ બંધ કર્યું હતું.

સ્કંદપુરાણ અનુસાર વારાણસી ભગવાન શિવજીની નગરી કહેવાય. અને માઉન્ટ આબુ ઉપનગરીય કહેવાય. એવી માન્યતા છે કે ભગવાન શિવજીના આ અંગુઠા એ માઉન્ટ આબુ નો પર્વત ને રોકી રાખ્યો છે.

જો તમે આવી જ માહિતી અને લેખો અવિરત વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને અમારા આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આલેખ શેર નથી કર્યો તો હમણાં જ શેર કરી દો.