મિત્રો હિન્દુ ધર્મમાં પૂજાપાઠ કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. નિયમિત રીતે હિંદુ ધર્મના દરેક ઘરમાં પૂજા પાઠ થતી હોય છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પૂજાપાઠ કરવાના કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો મોટા ભાગના વ્યક્તિઓ નિયમિત રીતે તેમના ઈષ્ટદેવની પૂજા આરાધના કરે છે પરંતુ જાણતા અજાણતા જ તેમના દ્વારા તેવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવારમાં જોવા મળે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પૂજા પાઠના કેટલાક નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો વ્યક્તિ દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકે છે.
મિત્રો મોટાભાગના વ્યક્તિઓની ફરિયાદ હોય છે કે ઘણા વર્ષો સુધી પૂજા પાઠ કરતા હોવા છતાં પણ તેમને તેનું ફળ પ્રાપ્ત થતું નથી. પૂજા પાઠ કરતા સમયે આપણે એવી ઘણી બધી ભૂલ કરતા હોઇએ છીએ જે નકારાત્મક પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે.
મોટા ભાગના વ્યક્તિઓ નાગર પરિવારમાં અલગ-અલગ દેવી-દેવતાઓને અલગ અલગ સ્થાન ઉપર બિરાજમાન કરવામાં આવે છે. મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર પરિવારમાં એક મંદિર બનાવવામાં આવે છે જ્યાં બધા જ દેવી-દેવતાઓની પૂજા આરાધના કરવામાં આવે છે.
આ રીતે હિંદુ ધર્મના દરેક વ્યક્તિઓ નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધના કરે છે અને પોતાના ઇષ્ટદેવની પૂજા આરાધના કરે છે. પરંતુ પૂજાપાઠ દરમિયાન ઘણા બધા પ્રકારના એવા કામ કરી દેતા હોઈએ છીએ જેના લીધે આપણા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવતી હોય છે.
મિત્રો દરેક ઘરમાં ઘર મંદિર એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. ઘર મંદિર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક હોય છે. નિયમિત રીતે પોતાના ઇષ્ટદેવની પૂજા આરાધના કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
નિયમિત રીતે પૂજા આરાધના કરવાથી સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. ઘરમાં મંદિર બનાવવાની પરંપરા પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં ચાલી આવે છે. જે ઘરમાં નિયમિત રીતે પોતાના ઇષ્ટદેવની પૂજા અર્ચના થાય છે અને નિયમિત રીતે ઘર મંદિર ની સાફ સફાઈ થાય છે તે ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બની રહે છે.
માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્રના વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રના આધારે તમારું ઘર મંદિર બનાવવામાં આવે તો તેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં જોવા મળે છે.
વાસ્તુશાસ્ત્ર જણાવ્યા અનુસાર ઘર મંદિર હંમેશાં ઇશાન ખૂણામાં હોવું જોઈએ. મોટા ભાગના વ્યક્તિઓ પોતાનું ઘર મંદિર ગમે તે જગ્યાએ બનાવી દેતા હોય છે પરંતુ તેને અશુભ માનવામાં આવે છે.
મોટા ભાગના વ્યક્તિઓ તેમના ઘર મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરે છે પરંતુ મૂર્તિઓને વસ્ત્ર ધારણ નથી કરાવતા. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમે તમારા ઘર મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરો છો તો મૂર્તિઓને વસ્ત્ર ધારણ કરવવા જોઈએ.
મોટા ભાગના વ્યક્તિઓ પોતાના ઘર મંદિરમાં મૂર્તિઓ રાખતા હોય છે ત્યારે તેને દીવાલને અડીને રાખતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો મોટા ભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રના અજાણ હોવાને કારણે પોતાનું મકાન વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બનાવતા નથી જેના કારણે તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી અને સમસ્યાઓ આવતી હોય છે.
મોટા ભાગના વ્યક્તિઓ સીડી નીચે પોતાનું ઘર મંદિર બનાવતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તે અશુભ માનવામાં આવે છે. ભૂલથી પણ તમારા ઘરમાં પૂજાઘર સીડી નીચે ન બનાવવું જોઈએ. સીડી નીચે પૂજાઘર બનાવવાથી તેનો નકારાત્મક પ્રભાવ તમારા ઘર પરિવારમાં જોવા મળે છે.
મોટા ભાગના વ્યક્તિઓ જગ્યા ના અભાવને કારણે પોતાનું ઘર મંદિર રસોડામાં બનાવતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રસોડામાં ઘર મંદિર બનાવવાથી તેનો નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. રસોડામાં અન્નની દેવી અન્નપૂર્ણા નો વાસ રહેલો હોય છે.
રસોઈઘરમાં ઘર મંદિર બનાવવાથી વ્યક્તિને અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં મંદિર રસોઈઘરમાં હશે તે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
મોટા ભાગના વ્યક્તિઓ પૂજા ઘરમાં પૂજા કરતા સમયે નીચે બેસીને પૂજા કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. પૂજા કરતા સમયે હંમેશા નીચે આસન પાથરીને બેસવું જોઈએ આવું કરવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.
મોટા ભાગના વ્યક્તિઓ પોતાના ઘરમાં પૂજા ની સામગ્રી ને ગમે તે જગ્યાએ મુકી દેતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે તમે પૂજાપાઠ દરમિયાન ભગવાનને ફૂલ કંકુ ને ચોખા અર્પણ કરો છો તેને પૂજા પૂરી થઈ ગયા પછી વહેતા જળમાં અર્પણ કરવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂજાપાઠ દરમિયાન આ પ્રકારની વસ્તુઓ નું વિશેષ ધ્યાન રાખવામાં આવે તો પૂજાનું યોગ્ય ફળ મેળવી શકાય છે.