મિત્રો આજ ના આ લેખ મા અમે તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં પૂજા ઘર કઈ જગ્યાએ અને કયા રાખવુ જોઇએ તેના વિશે માહિતી આપીશું. ઘરમાં મંદિર એક પવિત્ર જગ્યા છે જ્યાં ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ. એટલે ઘરના મંદિર માટે સકારાત્મક અને શાંતિ પુર્ણ જગ્યા હોવી જોઇએ.
જો મંદિર ને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ની જગ્યા મા રાખવામા આવે તો એ ઘરના લોકો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ મોટા શહેરો મા ઓછી જગ્યા ને કારણે એ શક્ય નથી.
પૂજા પાઠ કરવાથી મનને શાંતિ મળે છે. પરંતુ સકારાત્મકતા અને સુખ શાંતિ માટે ઘરમાં મંદિર યોગ્ય જગ્યાએ હોવુ ખુબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક ઘરમાં એક મંદિર હોવુ ખુબ જ જરૂરી છે જ્યાં આપણે હરરોજ નતમસ્તક પૂજા કરીએ છીએ. એ માટે ઘરમાં મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવુ જોઇએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં મંદિર ઈશાન એટલે કે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં હોવુ જોઈએ. આ દિશામાં પૂજા ઘર હોવાથી ઘરમાં અને તેમા રહેલા બધા જ લોકો પર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આમ વાસ્તુ ની વિરુદ્ધ પૂજા ઘર હોય તો મન એકાગ્ર નથી થતું અને આર્થિક લાભ પણ નથી થતો.
પૂજાઘર નૈઋત્ય ખૂણા મા ન રાખવુ જોઈએ જેનાથી તમારા કામમાં ઘણા જ અવરોધ આવતા હોય છે એટલે ઘર મંદિર હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવું જોઇએ.
શયનખંડમાં પૂજાઘર ન રખાવુ જોઇએ પરંતુ જો ઘર નાનું હોય અને રહેવું પડે એવું હોય તો મંદિરની ચારે બાજુ પડદા રાખી દેવા જોઈએ . આ શિવાય શયનખંડમાં પણ મંદિર ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવું જોઇએ.
ઘરમાં દાદરા ની નીચે પૂજા ઘર બનાવવું જોઈએ. રસોઈ ઘર શૌચાલય અને પૂજાઘર એકબીજાની પાસે પણ ન બનાવવા જોઈએ. પૂજાઘર માં મૃત આત્મા ના ફોટા વર્જિત છે. અને પૂજા ઘરમાં કોઈપણ દેવતા ની તૂટેલી કે ફૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ.
જો તમે આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો..