20230804 083407

શનિદેવને પ્રસન્ન કરવા કરજો આ 5 કામ ને જાણો શનિદેવને જ કેમ ચઢે છે તેલ?

Religious

 મિત્રો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારે કરવા જોઈએ અમુક કેટલાક ઉપાયો. મિત્રો હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા ગણવામાં આવ્યા છે. કારણકે શનિદેવ દરેક વ્યક્તિની તેના કર્મના આધારે ફળ આપે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં શનિ દશા સારી ન હોય તેવા લોકોને તેમનો ભાગ્ય સાથ નથી આપતું. તેમને દરેક કાર્યમાં સફળ થવા માટે સખત મહેનત કરવી પડે છે.

મિત્રો કોઈ પણ મનુષ્યની કુંડળીમાં શનિની દશા બરાબર ન હોય તો તેમને શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો માંથી આવું કેટલાક ઉપાયો કરવા જોઈએ. આવા કેટલાક ઉપાયો કરવાથી શનિદેવ હંમેશા તેમના ઉપર પ્રસન્ન રહે છે.

અને તેમના જીવનમાં આવેલ ખરાબ સમય ધીમે ધીમે પૂર્ણ થવા લાગે છે. મિત્રો તેના વિશે આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવીશું. જે ઉપાયો કરવાથી તમારા ઉપર શનિ મહારાજની કૃપા બની રહેશે.

મિત્રો શનિવારના દિવસે 19 ફૂટ લાંબો કાળો દોરો લઈને તેની માળા બનાવી ને શનિ મહારાજને ચડાવવી જોઇએ. થોડીવાર પછી તે માળા ને પોતાના ગળામાં ધારણ કરી લેવી જોઇએ. આ ઉપાય કરવાથી શનિ મહારાજ નો પ્રકોપ દૂર થાય છે. અને તેની મહારાજની અસીમ કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે છે.

મિત્રો શનિવારના દિવસે તમારે વ્રત રાખવુ જોઈએ. અને સાંજના સમયે હનુમાનજી મહારાજની વિશેષ પૂજા કરવી જોઈએ. અને પછી પીપળાના વૃક્ષના નીચે કાળા તલના તેલનો દીવો કરવો જોઈએ.

આ સિવાય શનિવારના દિવસે કાળા કૂતરાને તેલ લગાવીને રોટલી ખવડાવવી જોઈએ. અથવા તો કાળી  ગાયને બુંદીના લાડુ ખવડાવા જોઇએ. મિત્રો આ ઉપાય શનિવારના દિવસે કરવાથી શનિદોષ દૂર થશે અને શનિ મહારાજની કૃપા બની રહેશે.

મિત્રો આ સિવાય શનિવારના દિવસે એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનું મોઢું જોવાનું છે. ત્યારબાદ આ તેલને દાન કરવાથી શનિને લગતા દરેક દોષ દૂર થાય છે.

મિત્રો જ્યારે લંકામાં જવા માટે વાનરસેનાએ સાગરમાં સેતુ બાંધી લીધો. ત્યારબાદ તે સેતુ ને  કોઈ હાનિ ન પહોંચાડી શકે તેના માટે ભગવાન શ્રીરામે હનુમાનજીને તેનું ધ્યાન રાખવાનું કહ્યું.

મિત્રો જ્યારે હનુમાનજી મહારાજ સાંજના સમયે પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામની પૂજામાં લીન હતા ત્યારે શનિ મહારાજ એ કાળો કુરૂપ ચહેરો ધારણ કરીને હનુમાનજી મહારાજ પાસે આવીને કહ્યું કે હે વાનર હું બધા જ દેવતાઓમાં સૌથી શક્તિશાળી શનિદેવ છું.

શનિ મહારાજે કહ્યું કે હે વાનર તું  તો ખૂબ જ બળવાન છે તો આજે તું મારી સાથે યુદ્ધ કર. ત્યારે હનુમાનજી મહારાજે વિનમ્રતા સાથે કહ્યું કે હું અત્યારે ભગવાન રામની ભક્તિમાં લીન છુ. અને તમે મારા આદરણીય છો તો અત્યારે તમે જતા રહો.

પરંતુ શનિદેવ તેમની વાત ન માન્યા અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે હનુમાનજી મહારાજે તેમને તેમની પુંછડી વડે લપેટવા નું શરુ કર્યું. બીજી બાજુ ખૂબ જ જોર લગાવ્યા પછી પણ શનિ મહારાજ તેમાંથી છૂટી ન શક્યા.

ત્યારબાદ હનુમાનજી મહારાજે સેતુ ની  પરિક્રમા કરવાનું શરૂ કર્યું. અને શનિ મહારાજને પાઠ ભણાવવા  માટે અને તેમનું ઘમંડ તોડવા માટે પોતાની પૂંછડી પથ્થર ઉપર પટકવા લાગ્યા. જેના કારણે શનિદેવ નું આખું શરીર લોહીલુહાણ થઈ ગયું.

ત્યારબાદ શનિદેવ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે હવે તેમને બંધનમુક્ત કરી દે. ત્યારે હનુમાનજી મહારાજે શનિદેવને કહ્યું કે મને વચન આપો કે ક્યારેય પણ કોઈ પણ રામ ભક્ત ને હેરાન નહીં કરે. અને જો કરશે તો તેમની કઠોર દંડ પ્રાપ્ત થશે.

ત્યારે શનિદેવે તેમને વચન આપ્યું કે તેઓ ક્યારેય હનુમાનજી અને ભગવાન રામના ભક્ત ને હેરાન નહીં કરે. ત્યારબાદ હનુમાનજી મહારાજે શનિદેવના ઘા ને મટાડવા માટે તેલ આપ્યું. અને તેલ લગાવવાથી શનિદેવની પીડા દૂર થવા લાગી અને ત્યારથી જ શનિ મહારાજને તેલ ચઢાવવામાં આવે છે.