હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નિયમિત રીતે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવાથી દુઃખ દર્દ દૂર થાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કયા દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને કયા સમયે પીપળાના વૃક્ષ ને દીવો કરવો જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષને દેવ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પીપળાના વૃક્ષ સાથે જોડાયેલા અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો બતાવવામાં આવે છે. આ ચમત્કારિક ઉપાયો ને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પીપળાના વૃક્ષની પૂજા ખૂબ જ મહત્વની હોય છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં પ્રાચીન સમયથી પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવામાં આવે છે. આપણા ઋષિમુનિઓ પીપળાના વૃક્ષ નીચે બેસીને ઘોર તપસ્યા કરતા હતા.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષ નીચે દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે. પુરાણો અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી નો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના પાનમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે. નિયમિત રીતે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવામાં આવે તો બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવાથી ભૌતિક સુખ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરતા સમયે તમારી જે કંઈપણ મનોકામના અને ઈચ્છા હોય તે કહેવામાં આવે તો દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે.
મિત્રો જાણતા અજાણતા જ પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરતા સમયે આપના દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જે નકારાત્મક પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે. મોટા ભાગના વ્યક્તિઓ ગમે તે સમયે પીપળાના વૃક્ષ નીચે ઉતરતા હોય છે અને પીપળાના વૃક્ષની પૂજા કરતા હોય છે જેના લીધે તેમને પીપળાના વૃક્ષની પૂજા આરાધના નો યોગ્ય ફળ મળતું નથી.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરે છે તે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ યોગ્ય સમયે અને સાચી રીતે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરે છે તે વ્યક્તિના ઘર પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી નથી. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં દરેક દિવસનો અલગ અલગ મહત્વ હોય છે. દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતા ને સમર્પિત હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષની પૂજા શનિવારના દિવસે કરવામાં આવે છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવાથી જન્મકુંડળીમાં શનિ ગ્રહ મજબુત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિની જન્મકુંડળીમાં શનિ દોષ હોય તે વ્યક્તિએ શનિવારના દિવસે પીપળાના વૃક્ષની વિધિવત રીતે પૂજા આરાધના કરવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે વિધિવત્ રીતે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઇએ. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરતા સમયે તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા માટે પ્રાર્થના કરવી જોઈએ. આવી જ રીતે શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો કરવો જોઈએ.
શનિવારના દિવસે આવી રીતે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મોટા ભાગના વ્યક્તિઓ પીપળાના વૃક્ષની પૂજા ગમે તે દિવસે કરી દેતા હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે ભૂલથી પણ પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ. રવિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ઘર-પરિવારમાં દુઃખ દરિદ્રતા આવે છે. પીપળાના વૃક્ષની પૂજા અને આરાધના માં આ પ્રકાર ની વિશેષ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.