20230721 165207

પ્રસાદી માં પંચામૃત પીઓ છો? તો જાણીલો તેનું ધાર્મિક મહત્વ અને આયુર્વેદિક ફાયદાઓ. અગણિત રોગો કરી નાખે છે દૂર.

ધાર્મિક

મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંચામૃત નું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહ્યું છે. પંચામૃત ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંચામૃત નું નિર્માણ સૂર્યાસ્ત પહેલાં કરવું જોઈએ. મિત્રો પંચામૃત બનાવવા માટે ગાયનું દૂધ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

મિત્રો આજના આ લેખ મા અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંચામૃત નું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંચામૃત બનાવવા માટે ગાયનું દૂધ ખૂબ જ શુદ્ધ અને ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો પંચામૃત બન્યા પછી તેમાં તુલસીપત્ર અને ગંગાજળ પણ ઉમેરી શકાય છે.

મિત્રો જો તમે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરી રહ્યા છો, તો તમારે શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. મિત્રો તમારી પાસે શાલીગ્રામ ન હોય તો તમારે એક ચાંદીના સિક્કા ને પંચામૃતમાં ડુબાડી દો અને આ માધ્યમથી ભગવાન શ્રી હરિને સ્નાન કરાવો.

મિત્રો જ્યારે પણ તમને પંચામૃત નો પ્રસાદ મળે ત્યારે તમારે તેને બંને હાથથી ગ્રહણ કરવું જોઇએ. અને તેને જમીન ઉપર ન પડવા દેવું જોઈએ. મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે પંચામૃતમાં ઇશ્વરીય તત્વ રહેલું છે. એટલા માટે પંચામૃત જમીન પણ ન પડે તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો વિશેષરૂપથી ભગવાન વિષ્ણુના અવતારો ને અને ભગવાન શિવને પંચામૃત અર્પણ કરવામાં આવે છે. મિત્રો પંચામૃત અને ચરણામૃત આ બન્ને વસ્તુ ખુબ જ પવિત્ર હોય છે. મિત્રો ચરણામૃત માં ભગવાનની પ્રતિમા અને મૂર્તિને નિયમિત રૂપે સ્નાન કરવામાં આવે છે.

મિત્રો ભગવાનને સ્નાન કરાવવા ના ક્રમમાં સૌથી છેલ્લું ભગવાનના ચરણ આવે છે. મિત્રો જ્યારે ભગવાન ના ચરણો ને ધોવામાં આવે છે. અને તેમાંથી નીકળતા પાણીને ચરણામૃત કહેવામાં આવે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે સ્વર્ગમાં માતા ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાં રહેતા હતા.

અને ત્યારથી જ તેઓ પૃથ્વી ઉપર આવ્યા તેથી ગંગા માતાના જળને પણ આપણે ભગવાન વિષ્ણુનું ચરણામૃત માનીએ છીએ. મિત્રો જ્યારે તમે પંચામૃત બનાવી નથી શકતા ત્યારે તમે ચરણામૃત નો પણ ઉપયોગ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચરણામૃત નો પણ પ્રભાવ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે લોકો ખૂબ જ શ્રદ્ધા અને પવિત્રતાથી ચરણામૃત અને પંચામૃત નું ગ્રહણ કરે છે. તેવી વ્યક્તિઓ અકાળ મૃત્યુથી બચે છે. મિત્ર જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચરણામૃત અને પંચામૃતનો ખૂબ જ મહત્વ રહેલું છે. તેને યોગ્ય અને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવાથી આપણા જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓને આપણે પાર કરી શકીએ છીએ.

જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *