પૈસાની કમીના લીધે થઈ ગયા છો દુઃખી તો તમારા પર્સમાં રાખી દો આ 5 વસ્તુઓ, માતા લક્ષ્મી હંમેશા રહેશે તમારી પાસે.
દરેક વ્યક્તિ માટે પોતાના પરિવારની ખુશી બનાવી રાખવી તેનું પહેલું કર્તવ્ય હોય છે. આ માટે વ્યક્તિ દિવસ-રાત મહેનત પણ કરતો હોય છે અને પૈસા ભેગા પણ કરે છે પરંતુ ઘણી કેટલી કોશિશ કરવા છતાં પૈસા તેની પાસે ટકતા નથી, જેના લીધે તે નાખુશ થઈ જાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી.
જો તમારે જીવનમાં પૈસાની કમી નો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે ત્યારે તમારો સાથ છોડીને ચાલી જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા પાંચ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.
તમે બધા જાણતા હશો કે મહિનાની શરૂઆતમાં પર્સ પૈસાથી ભરેલું હોય છે પરંતુ મહિનાના અંત સુધીમાં તે એકદમ ખાલી થઈ જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને પૈસા સાથે જોડાયેલા કેટલાક શાસ્ત્રીય ઉપાય વિશે જણાવીશું, જો તમે પર્સમાં કેટલીક ચીજ વસ્તુઓ રાખો છો તો તમારે ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં અને તમારું પર્સ હમેશાં પૈસાથી ભરેલું રહેશે. તો ચાલો આપણે જાણીએ કે આ 5 વસ્તુઓ કઈ-કઈ છે.
મહાલક્ષ્મી નો ફોટો જો તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો માતા લક્ષ્મી આ સમસ્યા દૂર કરી શકે છે. આ માટે તમારે પર્સમાં માતા લક્ષ્મીજી ની નાનકડી તસવીર રાખવી જોઈએ. જોકે યાદ રાખો કે તમારા પર્સમાં હંમેશા માતા લક્ષ્મી બેઠેલી મુદ્રામાં હોય તેવી તસવીરો રાખવી શુભ માનવામાં આવે છે.
પીપળનું પાન પીપળ નું પાન ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. આ માટે તમારે પીપળના પત્તાને ગંગાજળથી ધોઈ નાંખવું જોઇએ અને તેના પર કેસર વડે શ્રી લખીને તેને પર્સમાં રાખી લેવું જોઈએ. તમે આ પત્તાને નિયમિત રૂપે બદલી શકો છો. જ્યારે આ પાન પાકીટમાં સુકાઈ જાય ત્યારે તમે તેની જગ્યાએ નવું પાન મૂકી શકો છો. આ કરવાથી તમને અવશ્ય લાભ પ્રાપ્ત થશે.
ચોખા ના દાણા જો તમે તમારા પાકીટમાં ચોખાના 21 દાણાને કાગળમાં વીંટી ને મૂકી દો છો તો તમને ઘણા લાભ થાય છે અને ધનહાની થઈ શકતી નથી. જોકે યાદ રાખો કે તમારે પર્સમાં ફક્ત માતા લક્ષ્મીને અર્પણ કરેલા હોય તેવા ચોખા મૂકવા જોઈએ અને આ ચોખા માં એક પણ દાણો તૂટેલો કે બગડેલો હોવો જોઈએ નહીં.
ચાંદીનો સિક્કો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પાકીટમાં ચાંદીનો સિક્કો પણ મૂકી શકો છો. જો કે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ચાંદીના સિક્કાને પાકીટમાં મુકતા પહેલા તેને માતા લક્ષ્મીના ચરણોમાં થોડાક સમય માટે મૂકવો જોઈએ. આ પછી જ તમારે આ સિક્કાને પર્સમાં રાખવો જોઈએ.
વૃદ્ધ લોકો પાસેથી મળેલા પૈસા તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે આપણા ઘરે વૃદ્ધ વડિલો આવે છે ત્યારે તેઓ આપણને પૈસા આપતા હોય છે. તમને પણ આવા પૈસા આશીર્વાદ માં મળે છે તો તમારે તેને ખર્ચ કરવાને બદલે પર્સમાં રાખી દેવા જોઈએ. આવું કરવાથી તમારું પર્સ હમેશાં ભરેલું રહેશે અને પૈસા ખર્ચ થશે નહીં.