મિત્રો આજના આ લેખમાં અમે તમને ગુજરાતના ભાવનગરમાં આવેલ એક રમણીય સ્થળ વિશે વાત કરવાના છીએ. મિત્રો અહીંયા ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે.
અને આ મંદિરનું નામ છે નિષ્કલંક મહાદેવ મંદિર. મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ ભાવનગરના કોળીયાક બીચ પર આવેલું નિષ્કલંક મહાદેવના મંદિરના ઈતિહાસ વિશે.
મિત્રો આદિકાળથી દરિયાની વચ્ચે મહાદેવજી અહીં બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે રોજેરોજ દરિયો મહાદેવજીને તેના પાણી માં સમાવી લે છે. મિત્રો અહીં આવતા લોકોમાં નિષ્કલંક મહાદેવ માં અતિ શ્રદ્ધા અને પ્રેમ છે.
અહીંના લોકો નિષ્કલંક મહાદેવ ને નકલંક મહાદેવ તરીકે પણ ઓળખે છે. મિત્રો અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પાણીમાં ચાલીને મંદિરના દર્શન કરવા જાય છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવા માટે જ્યારે દરિયામાં ઓટ હોય ત્યારે જ આપણે જઈ શકીએ છીએ. અને જ્યારે દરિયામાં ભરતી હોય છે ત્યારે દરિયો મહાદેવ ને તેમનામાં સમાવી લે છે. મિત્રો દરિયામાં ભરતી વખતે મંદિર નો ખાલી સ્તંભ અને ધજા દેખાય છે.
મિત્રો આ મંદિરે શિવજીના સ્વયંભૂ પાંચ લિંગ આવેલા છે. મિત્રો આ મંદિરનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. મહાભારતમાં પાંડવો એ કૌરવો નો નાશ કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
પરંતુ પાંડવોના મનમાં તેમના સંબંધી ને મારવાનું અત્યંત દુઃખ હતુ. પાંડવોએ તેમની પીડા ભગવાન શ્રીકૃષ્ણને જણાવી. કૃષ્ણ ભગવાન ને પહેલા તેની વાત સાંભળીને પહેલા તો તેમને સમજવાનો પ્રયત્ન કર્યો.
ભગવાન કૃષ્ણ દ્વારા ઘણું સમજાવવા છતાં પાંડવોના મનમાંથી આ વાત જતી નહોતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને એક કાળી ધજા અને કાળી ગાય આપી. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે આ ગાય જે તરફ જાય તે તરફ તમે જાઓ.
અને આ કાળી ધજા પણ સાથે લેતા જાવ. આગળ જતા તમારા હાથમાં રહેલી ધજા સફેદ થઈ જાય અને તમારા આગળ ચાલી રહેલી ગાય પણ સફેદ થઈ જાય. તો તમારે સમજવું કે તમારા પાપ ધોવાઈ ગયા છે.
સાથે જ કૃષ્ણ ભગવાને પાંડવોની કહ્યું કે જ્યારે આ ધજા અને ગાય સફેદ થઈ જશે. ત્યારે એવું સમજવાનું કે તમારા બધા જ પાપ ધોવાઈ ગયા છે. અને સાથે જ ભગવાન કૃષ્ણે કહ્યું કે જે જગ્યાએ ગાય અને ધજા સફેદ થઈ જાય, તે જગ્યાએ ભગવાન શિવની આરાધના કરજો.
પાંડવોએ પણ શ્રી કૃષ્ણ ભગવાને જે કહ્યું તેનું અનુકરણ કર્યું. અને ઘણા દિવસો ચાલ્યા બાદ આગળ જતાં કોળીયાક બંદર આવ્યું. તે જગ્યાએ પાંડવોના હાથમાં રહેલી ધજા અને ગાય નો રંગ બદલાઈ ગયો.
આ જોઈને પાંડવો ખૂબ જ ખુશ થઈ ગયા. અને દરિયામાં તે જગ્યાએ બેસીને ભગવાન શિવની આરાધના કરી. થોડા દિવસોની તપસ્યા બાદ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. અને તેમણે પાંચે પાંડવો ને અલગ-અલગ પાંચ શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા.
મિત્રો તે સમયે પ્રગટ થયેલા પાંચેય શિવલિંગ આજે પણ ત્યાં જ છે. અને ત્યાં થોડે દૂર એક તળાવ છે. તેને પાંડવ તળાવ પણ કહેવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે અહીં જે કોઈપણ ભક્ત દર્શન કરવા આવે તેની પ્રથમ પાંડવ તળાવ માં હાથ-પગ ધોઈને દર્શન નો લાભ મળે છે.
મિત્રો તેની માન્યતા એવી છે કે ક્યાંય કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેની રાખ લાવીને શિવલિંગની અડાડીને દરિયામાં વહાવી દેવા થી, તે વ્યક્તિનો મોક્ષ પ્રાપ્ત થાય છે. મિત્રો એવી પણ માન્યતા છે કે જે લોકો ત્યાં દર્શન કરવા જાય છે. તેના પર લાગેલા દરેક કલંક અને પાપો દૂર થઈ જાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.