20210202 173325

ઘરે બેઠા બનાવો બજાર જેવું નાયલોન ખમણ.

ધર્મ

આપણે જે ખમણ બજારમાં ખાઈએ છીએ અને તેમાં ઘણો ફરક હોય છે. બજારમાં બનેલું ખમણ મુલાયમ અને વધારે ફુલેલું હોય છે અને સાથે સ્વાદિષ્ટ પણ હોય છે જ્યારે આપણે ઘરે જે ખમણ બનાવીએ છીએ તે કોઈક વાર ફૂલે તો કોઈક વાર ફુલતું નથી અને મુલાયમ પણ હોતું નથી. જેથી આપણે બજારનું ખમણ ખાવાની ઈચ્છાઓ રાખીએ છીએ.

તો આજે અમે તમને ખમણ બનાવવાની સાચી રીત સિખાવીશું જેથી તમે હોટેલ કે બજાર જેવું ખમણ ઘરેજ બનાવી શકો અને તમારી ઈચ્છા ની પૂરતી કરી શકો. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ નાયલોન ખમણ બનાવવાની રીત.

બનાવવાની રીત:-

સૌ પ્રથમ ચણાના લોટ ને ઘઉં ચારવાની ચારણીથી ચારી લેશું જેથી તેમાં રહેલી કણીઓ દૂર થાય પછી તેમાંથી 250 ગ્રામ લોટ લેવો. હવે ખમણ માટે નું કુકર લાઇ લેમાં થોડું પાણી ગરમ કરવા મૂકી દઈશું. હવે ખમણ માટે ખીરું બનાવવા તેમાં બે ચમચી લીંબુના ફૂલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. પછી તેમાં પાણી ઉમેરતા ધીરે ધીરે હલાવતા જઈશું અને તેને ઘડિયારની દિશામાં લીંબુના ફૂલ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેશું.

હવે ખીરુંમાં એક ચમચી ઈનો નાખીશું જેને એકજ દિશામાં હલાવતા રહેશું. ઈનો નાખ્યા બાદ તેના ઉપર ત્રણ ચમચી દઇ નાખી મિક્સ કરી દેવું. હવે ખીરું તૈયાર થઇ જાય એટલે તે એ ટીન મા ઉમેરી દઈશું. અને 20 મિનિટ સુધી ફૂલ ફ્લેમ પર ચડવા દઈશું. પછી ગેસ ફુલજ રાખીને ચપ્પુ લઈ ને ચેક કરી ધીમેથી નીચે મુકીશું. નાના ટુકડામાં કાપી લઈશું.

હવે ખમણ નો વઘાર કરવા માટે કડાઈમાં તેલ ગરમ કરીશું તેમાં રાઈ નાખી ફૂટી જાય પછી કાપેલા મરચા અને મીઠા લીમડાના પાન નાખી તેમાં પાણી નાખી એક મોટી ચમચી ખાંડ અને મીઠું નાખીશું.થોડીવાર સુધી ઉકરવા દેશું.અને તેને ખમણ માં ઉપરથી ચમચાની મદદ વડે રેડીને 10 મિનિટ સુધી રહેવા દઈશું. નાયલોન ખમણ તૈયાર છે તેને હોવી સવ કરીશું.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.